Western Times News

Gujarati News

સારા અલી ખાને બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યા

મુંબઈ: બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાનની દીકરી અને પ્રખ્યાત બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અવાર નવાર તેની તસવીર અંગે ચર્ચામાં રહે છે. એક વખત સારા અલી ખાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ હી છે. જેને ખુદ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. સારાનાં શેર કરતાં જ તેનાં નવાં ફોટોશૂટની તસવીરો ઇન્ટરનેટ પર છવાયેલી છે આ તવસીરમાં સારાએ બ્લેક કલરનો ડ્રેસ પહેરેલો છે એક વખત ફરી સારાની દિલકશ અદાઓ પર ફેન્સ ફિદા થઇ ગયા છે.

૫ કલાક પહેલાં શેર કરવામાં આવેલી આ તસવીરો આશરે ૧૩ લાખથી વધુ લોકો લાઇક કરે છે અને ફોટો પર ખુબ બધી કમેન્ટ્‌સ પણ આવી રહી છે. આપને જણાવી દઇએ કે, સારા અવાર નવાર તેની લેટેસ્ટ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરતી રહે છે. અને તેની પો્‌સટ દ્વારા તે લોકોને અપડેટ પણ આપતી રહેતી હોય છે. કામની વાત કરીએ તો, સારા અલી ખાન તેની અપકમિંગ ફિલ્મ ‘અતરંગી રે’માં નજર આવશે. આનંદ એલ રાયનાં ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ધનુષ અહમ રોલ અદા કરી રહ્યાં છે.

ફિલ્મ ૬ ઓગસ્ટનાં રિલીઝ થવાની છે. આ ઉપરાંત તે, વિક્કી કૌશલની સાથે આદિતય ધરની ફિલ્મ ‘ધ ઇમોર્ટલ્સ ઓફ અશ્વત્થામા’માં નજર આવશે. તો સારા અલી ખાન અંગે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આનંદ એલ રાયની અપકમિંગ ફિલ્મોમાંથી એક માટે સારાનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું ટાઇટલ ‘નખરેવાલી’ છે જેમાં સારા લિડ રોલમાં નજર આવશે. આ ફિલ્મમાં સારાની સાથે વિક્કી કૌશલ લિડ રોલમાં નજર આવશે. આ ફિલ્મ આવનારા વર્ષે રિલીઝ થાય તેવી શક્યતાઓ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.