સારા અલી ખાન મમ્મી સાથે અજમેર શરીફ દરગાહ પહોંચી
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાન શુક્રવારે વહેલી સવારે મમ્મી સાથે એરપોર્ટ પર જાેવા મળી હતી. હવે સામે આવી ગયું છે કે, સારા અલી ખાન ક્યાં ગઈ હતી. સારા અને અમૃતા સિંહ અજમેર પહોંચ્યા છે. તેમણે અજમેર શરીફ ખ્વાઝા ગરીબ નવાઝની દરગાહ પર જઈને માથું ટેકવ્યું હતું. સારા અલી ખાને આ મુલાકાતની ઝલક પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર બતાવી છે. સારાએ તસવીરો શેર કરતાં લખ્યું, જુમ્મા મુબારક તસવીરોમાં જાેઈ શકાય છે કે અમૃતા અને સારાએ પોતાના ડ્રેસની ઉપર પીળા રંગની શાલ જેવું વસ્ત્ર ઓઢ્યું છે.
પિસ્તા રંગના મેચિંગ આઉટફિટમાં મા-દીકરીની જાેડી ખૂબસૂરત લાગી રહી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બંનેએ માસ્ક પણ પહેર્યા હતા. સારા અલી ખાન દરેક ધર્મમાં આસ્થા ધરાવે છે. ક્યારેક મંદિર તો ક્યારેક ચર્ચની મુલાકાત સારા લેતી જાેવા મળે છે. તેની તસવીરો પણ તે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરતી રહે છે. ગયા વર્ષે સારા અલી ખાન મમ્મી સાથે વારાણસી ગઈ હતી.
અહીં પણ તેમણે પૂજા પાઠ કર્યા હતા જેની તસવીરો એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. સારા અવારનવાર મમ્મી સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે. સાથે જ ફરવા પણ જાય છે. સારા એક પોસ્ટમાં મમ્મી અને ભાઈને બેસ્ટ ટ્રાવેલ પાર્ટનર ગણાવ્યા હતા. અજમેર આવતા પહેલા ગુરુવારે સારા અલી ખાન પિતા સૈફના ઘરે પહોંચી હતી. સૈફ-કરીનાના બીજા બાળકનો જન્મ થયો છે ત્યારે સારા નાના ભાઈને રમાડવા માટે પહોંચી હતી.
સારા તેના માટે ગિફ્ટ લઈને પહોંચી હતી. જ્યારે સારા સૈફના ઘરેથી નીકળી ત્યારે તેના હાથમાં પણ કપડાં હતા ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આ તેને મળેલી રિટર્ન ગિફ્ટ હતી. જણાવી દઈએ કે, સારા અલી ખાન હવે ત્રણ ભાઈઓ વચ્ચે એકમાત્ર બહેન છે. સારાના ત્રણ ભાઈ છે ઈબ્રાહિમ, તૈમૂર અને બેબી પટૌડી, જેનો જન્મ ૨૧ ફેબ્રુઆરીના રોજ થયો છે.