Western Times News

Gujarati News

સારા અલી ખાન સાતથી વધુ ફિલ્મોને અસ્વીકાર કરી ચુકી

મુંબઇ, સેલ અલી ખાનની પુત્રી સારા અલી ખાન હાલમાં ચારેબાજુ ચર્ચામાં છે.કારણ કે તેની ફિલ્મોને સફળતા મળી રહી છે. તે ફિલ્મોને લઇને બિલકુલ સ્પષ્ટ વલણ ધરાવે છે. તેન કહેવુ છે કે તે યુવા ઉભરતા સ્ટાર સાથે કામ કરવા માટે તૈયાર નથી. તે મોટા કલાકારો સાથે કામ કરવા ઇચ્છુક છે. જો કે તેની ઇચ્છા હાલમાં તો પૂર્ણ થાય તેવી શક્યતા નથી. કારણ કે ખાન ત્રિપુઠી તો મોટા પ્રોજેક્ટમાં મોટી સ્ટાર સાથે દેખાઇ રહ્યા છે. યુવામાં રણબીર, શાહિદ, વરૂણ અને સિદ્ધાર્થ સાથે તેની કામ કરવાની ઇચ્છા રહેલી છે. વરૂણ સાથે તે કુલી નંબર એકવામાં કામ કરી રહી છે. બાગી-૩ ફિલ્મમાં તે કામ કરશે તેવી અટકળોનો અંત આણતા સારાએ કહ્યુ છે કે તે આ ફિલ્મમાં કામ કરી રહી નથી.

સારાએ કહ્યુ છે કે તે હાલમાં માત્ર મોટા સ્ટારવાળી ફિલ્મોમાં જ ધ્યાન આપી રહી છે. બાગીમાં કામ ન કરવાને લઇને કોઇ વાત સારાએ કરી નથી. બાગી-૩ ફિલ્મ માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે રોલ મોટો ન હોવાના કારણે સારાએ ઇન્કાર કરી દીધો છે. તેની પ્રથમ ફિલ્મ કેદારનાથ અને બીજી ફિલ્મ સિમ્બા બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ છે. કેટલાક સમયથી મિડિયામાં સેફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનની ભારે ચર્ચા છે. તેની પ્રથમ ફિલ્મ કેદારનાથમાં તે સુશાંત સિંહ રાજપુત સાથે નજરે પડી હતી. જ્યારે બીજી ફિલ્મમાં તે રણવીર સિંહ સાથે સિમ્બામાં દેખાઇ હતી. સારાને બોલિવુડની કેટલીક હસ્તીઓ જેમ કે કરણ જોહર અને આશુતોષ ગોવારીકરના ઘરની બહાર પણ જાવામાં આવી છે. અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે એક ફિલ્મની પટકથા સાથે અનુષ્કા શર્મા પ્રોડક્શન હાઉસ દ્વારા પણ તેનો સંપર્ક કરવામાં આવ્યો છે. જો કે આના માટે સારા ખાને મંજુરી આપી નથી. સારા ખાન સાત ફિલ્મને ફગાવી ચુકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.