સારા અલી ચાર અભિનેતાને સ્વયંવરમાં બોલાવવા માગે છે
મુંબઈ, સારા અલી ખાન અને અક્ષય કુમાર હાલ તેમની આનંદ એલ. રાયના ડિરેક્શનમાં બનેલી અપકમિંગ ફિલ્મ ‘અતરંગી રે’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં સાઉથ એક્ટર ધનુષ પણ લીડ રોલમાં છે. જાે કે, તે સારા અને અક્ષય સાથે પ્રમોશનમાં જાેડાઈ રહ્યો નથી.
જાે કે, સારા અલી ખાન અને ધનુષ પહેલીવાર સાથે ફિલ્મનું પ્રમોશન કરવાના છે અને તે પણ કરણ જાેહરના ચેટ શો ‘કોફી વિથ કરણ પર. સારા અલી ખાન અગાઉ ૨૦૧૯માં પિતા સૈફ અલી ખાન સાથે ‘કોફી વિથ કરણ’ શોની મહેમાન બની હતી. આ વખતે તે કો-સ્ટાર ધનુષ સાથે પહોંચવાની છે.
શોમાં ખૂબ મસ્તી થવાની છે અને તેનો પ્રોમો ચેનલે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પ્રોમોમાં જાેઈ શકાય છે કે, કરણ જાેહર સારા અલી ખાનને તે કયા ચાર વ્યક્તિને તેના સ્વયંવરમાં બોલાવવા માગે છે તેમ પૂછે છે. જેના જવાબમાં એક્ટ્રેસ રણવીર સિંહ, વિજય દેવરકોંડા, વિકી કૌશલ અને વરુણ ધવનનું નામ લે છે. સારાનો જવાબ સાંભળ્યા બાદ કરણ કહે છે ‘તેમની પત્નીઓ જાેઈ રહી છે’ તો સારા કહે છે ‘આશા રાખુ છું કે પતિઓ પણ જાેતા હોય’.
આ સાંભળીને ધનુષ પણ હસવા લાગે છે. અગાઉ એક ઈન્ટરવ્યૂમાં સારા અલી ખાને તે કેવા વ્યક્તિ સાથે લગ્ન કરશે તેના પર વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘હું લગ્ન તેવા જ વ્યક્તિ સાથે કરીશ જે મારી સાથે અને મારા મમ્મી સાથે રહે. હું તેને છોડીને જવાની નથી. મજાકને બાજુમાં રાખીએ તો, મારા મમ્મી ખુલ્લા દિલના વ્યક્તિ છે.
મારા માટે તેઓ સર્વસ્વ છે. હું તેમને છોડીને ક્યાંય જવાની નથી. અતરંગી રેની વાત કરીએ તો, તે ઓટીટી પ્લેટફોર્મ રિલીઝ થવાની છે. સારા અલી ખાને પહેલીવાર અક્ષય કુમાર સાથે કામ કર્યું છે. ફિલ્મમાં સારા અલી ખાન રિંકુનું પાત્ર ભજવતી જાેવા મળશે. ફિલ્મની જાહેરાત ઘણા સમય પહેલાથી થઈ ગઈ હતી પરંતુ કોરોના મહામારીના કારણે શૂટિંગ અટવાઈ પડ્યું હતું.SSS