સારા ખાને ફોટોગ્રાફર્સને કહ્યું હું માસ્ક નહીં ઉતારું
મુંબઈ: બોલિવૂડમાં ઈવેન્ટ એને એરપોર્ટ પર ઘણીવાર સેલિબ્રિટી સ્પોટ થતા રહે છે. આ દરમિયાન ઘણીવાર પપરાજી તેમની તસવીરો ક્લીક કરે છે અને પોઝ આપવા માટે કહે છે. જાેકે હવે કોરોના વાયરસના ભય બાદ સેલિબ્રિટીઓ પહેલાથી વધારે સજાગ થઈ ગયા છે અને ફોટોગ્રાફર્સને માસ્ક ઉતારીને પોઝ આપવા માટે ના પાડી રહ્યા છે.
હાલમાં જ આવું સારા અલી ખાને કહ્યું છે. પાપારાઝીએ તેને માસ્ક ઉતારીને પોઝ આપવા માટે કહ્યું પરંતુ તેણે માસ્ક ઉતારવાની ના પાડી દીધી. હકીકતમાં હાલમાં જ પરિણીતી ચોપરા અને સારા અલી ખાનને અલગ-અલગ જગ્યાઓ પર માસ્ક સાથે સ્પોટ કરવામાં આવી.
પાપારાઝીની સામે બંને એ જ માસ્ક ઉતારવાની ના પાડી દીધી. સારા અલી ખાને પોતાના ફોન્સ સાથે કેટલીક સેલ્ફી ક્લિક કરી પરંતુ પાપારાઝીને માસ્ક ઉતારીને ફોટો પાડવાની મંજૂરી નહોતી આપી. અહીં સુધી કે સારાએ પોતાની કારમાં બેસીને પણ માસ્ક ઉતારવાથી ના પાડી દીધી. ઉલ્લેખનીય છે કે આ પહેલા કરીના કપૂરે પણ પોતાના ટોક શોના શૂટિંગ બાદ સ્પોટ કરવામાં આવી હતી પરંતુ તેણે પણ માસ્ક ઉતારવાથી ઈનકાર કરી દીધો હતો.
કરીના ઉપરાંત હાલમાં કોરોના વાયરસ સામે જંગ લડી ચૂકેલી કૃતિ સેનન પણ એરપોર્ટ પર જાેવા મળી હતી, કૃતિએ પણ માસ્ક ઉતારવાથી ના પાડી દીધી હતી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં વરુણ ધવન, રકુલપ્રીત, મલાઈકા અરોરા, અર્જુન કપૂર જેવા સ્ટાર્સ કોરોના વાયરસની ચપેટમાં આવી ચૂક્યા છે. એવામાં હવે સેલેબ્સ થોડી વધારે સાવધાની દાખવી રહ્યા છે.