સારા તેંડુલકરની ગોવા હોલીડેની તસવીરો વાયરલ
નવી દિલ્હી, ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે તાજેતરમાં જ તેનું મોડલિંગ શરૂ કર્યું છે. આજકાલ તેની ગોવા હોલીડેની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. આ દરમિયાન તે તેના ક્યૂટ ફ્રેન્ડ સાથે જાેવા મળી હતી. સારા તેંડુલકર છેલ્લા કેટલાક સમયથી ગોવામાં જાેવા મળી રહી છે. તે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પણ શેર કરી રહી છે.
લેટેસ્ટ ફોટોમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. આ તસવીરમાં સારા તેંડુલકરે ઓરેન્જ કલરનો પ્રિન્ટેડ ડીપનેક વન-પીસ પહેર્યો છે. જાે કે તેનો લુક ખૂબ જ સિમ્પલ અને સુંદર છે. આ સિમ્પલ લુક સાથે સારાએ વાળની ચોટી બનાવી છે. આ સાથે જ તેણે સટલ મેકઅપ કર્યો છે જે તેના દેખાવમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે. સારા તેંડુલકર સાથે તેનો ખાસ મિત્ર પણ જાેવા મળ્યો હતો. તસવીરોમાં તેનો લાંબા વાળવાળો પાલતુ કૂતરો ખૂબ જ ક્યૂટ લાગે છે.
સારા તેંડુલકરને પાલતુ પ્રાણીઓનો ખૂબ શોખ છે, તેથી જ તે ઘણીવાર પાલતુ કૂતરા સાથે જાેવા મળે છે. સારા તેંડુલકર વિશે એવી અટકળો છે કે તે તેના લેટેસ્ટ મોડલિંગ પ્રોજેક્ટને કારણે લાંબા સમયથી ગોવામાં છે.SSS