સારા તેંડુલકરની પાંચ તસવીરો જોઈને ફેન્સ થઈ ગયા ક્લીન બોલ્ડ
નવી દિલ્હી, સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર પોતાના સુંદર લુકને કારણે ઈન્ટરનેટ પર ખુબ ફેમસ છે. સારા ઇન્સ્ટાગ્રામ પર પોતાની અમેઝિંગ ફેશન સેન્સ માટે જાણીતી છે. તે હંમેશા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીરો પોસ્ટ કરતી રહે છે અને આ કારણ છે કે ઈન્સ્ટાગ્રામ પર તેના મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે. આજે અમે તમને સારા તે તસવીરો દેખાડી રહ્યાં છીએ જે ખુબ વાયરલ થઈ છે.
ઈન્સ્ટાગ્રામ પર સારાના બે મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તેણે હાલમાં પોતાના મોડલિંગ કરિયરની શરૂઆત કરી છે અને તેની ફેન ફોલોઇંગ વધુ છે. આશા કરવામાં આવી રહી છે કે સારા અભિનેત્રી બનશે. પરંતુ હવે તે કોઈ પ્રોજેક્ટ હાથમાં લે ત્યારે જ ખ્યાલ આવશે.
સારા તેંડુલકર ફિટનેટનું ખાસ ધ્યાન રાખે છે. જે જિમમાં વર્કઆઉટ કરે છે. જે એક પ્રોફેશનલ મોડલ માટે ખુબ મહત્વપૂર્ણ છે. એવી અફવા છે કે સારાનું ક્રિકેટર શુભમન ગિલની સાથે અફેયર છે. પરંતુ આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી કે આ કપલ ડેટિંગ કરી રહ્યું છે કે નહીં.
સારા તેંડુલકરનું નામ તેના પિતા સચિન તેંડુલકરે સહારા કપ જીત્યા બાદ રાખ્યુ હતું. ઉલ્લેખનીય છે કે સહારા કપ સચિનના કરિયરની સ્પેશિયલ મોમેન્ટ હતી કારણ કે ૧૯૯૭માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનના રૂપમાં આ તેની પ્રથમ ટૂર્નામેન્ટ હતી.SS1MS