સારા તેંડુલકર ટૂંક સમયમાં બોલિવૂડ ડેબ્યૂ કરે તેવી શક્યતા

મુંબઈ, છેલ્લાં ઘણાં સમયથી સેલિબ્રિટી કિડ્સ બોલિવૂડ ડેબ્યૂ કરી રહ્યા છે, હવે આ લિસ્ટમાં ક્રિકેટર સચિન તેંડુલકરની દીકરી સારાનું નામ પણ સામેલ છે. છેલ્લાં ઘણાં વર્ષોથી સારા ક્યારે એક્ટિંગ ડેબ્યૂ કરે તેની રાહ જોવાઈ રહી છે. હવે ચર્ચા છે કે સારાને ફિલ્મમાં ઘણો જ રસ છે અને તે ટૂંક સમયમાં બોલિવૂડ ડેબ્યૂ કરશે.
વેબ પોર્ટલ ‘બોલિવૂડ લાઇફ’ના અહેવાલ પ્રમાણે, સારાના નિકટના સૂત્રોએ કહ્યું હતું કે તે ટૂંક સમયમાં બોલિવૂડ ડેબ્યૂ કરશે. તેને એક્ટિંગમાં ઘણો જ રસ છે. તેણે એક્ટિંગ ટિપ્સ પણ શીખી છે. સારાએ કેટલીક બ્રાન્ડ એન્ડોર્સ પણ કરી છે. સારાએ લંડન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. 24 વર્ષીય સારા ગ્લેમર વર્લ્ડમાં નામ બનાવવા ઈચ્છે છે.
સૂત્રોના મતે, સારાને ચર્ચામાં રહેવું પસંદ નથી, પરંતુ તે પોતાની એક્ટિંગ સ્કિલથી ચાહકોને નવાઈમાં મૂકી શકે છે. તે ઘણી જ ટેલન્ટેડ છે. સારાને પેરેન્ટ્સનો સપોર્ટ મળ્યો છે. સારા પ્રોફેશનલ મોડલ છે અને સો.મીડિયામાં તેની તસવીરો વાઇરલ થતી રહેતી હોય છે. તે સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે.