સારા નાના ભાઈને મળવા ગિફ્ટ લઈને પહોંચી ગઈ
મુંબઈ: કરીના કપૂર અને સૈફ અલી ખાન ૨૧ ફેબ્રુઆરીએ બીજીવાર પેરેન્ટ્સ બન્યા છે. તૈમૂરના પછી સૈફ-કરીનાને ત્યાં બીજા દીકરાનો જન્મ થયો છે. ત્યારે હાલ તો કપલ સાતમા આસમાને છે. કરીના બે દિવસ પહેલા જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને બાળક સાથે ઘરે આવી હતી. ત્યારે માહિતી મળી રહી છે કે, આજે સૈફ-કરીનાના ઘરે દીકરાનું નામકરણ થઈ રહ્યું છે. નામકરણ સેરેમની પહેલા સૈફ-કરીનાના ઘરે બેબી પટૌડી માટે ગિફ્ટ્સ આવી રહી છે. કરીનાના ઘરની બહાર હાજર ફોટોગ્રાફર્સે બાળક માટે આવેલી ગિફ્ટ કેમેરામાં કેદ કરી હતી. તસવીરોમાં જાેઈ શકો છો કે, બ્લૂ રંગની નાનકડી ગાડી પર ફુગ્લા લગાવેલા છે અને તેમાં ફૂલ છે. બીજા એક કાર્ટમાં મોટું ટેડિબિયર જાેવા મળી રહ્યું છે.
આ સિવયા સૈફની બહેન સોહા અલી ખાનનો પતિ કુણાલ ખેમૂ પણ કરીના ઘરની બહાર ગિફ્ટ્સ સાથે જાેવા મળ્યો હતો. કુણાલની સાથે સોહા અને ઈનાયા પણ કરીના-સૈફના ઘરે આવ્યા છે. સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન પણ પોતાના નાના ભાઈને મળવા માટે આજે પપ્પાના ઘરે આવી હતી. સારા પણ નાનકડા ભાઈ માટે ગિફ્ટ લઈને પહોંચી હતી. સારા સૈફના ઘરેથી દીકરાને રમાડીને નીકળી ત્યારે તેના હાથમાં ડ્રેસ જાેવા મળ્યો હતો. ત્યારે લાગી રહ્યું છે કે, સૈફ-કરીનાએ આ ડ્રેસ સારાને ગિફ્ટમાં આપ્યો છે.
જણાવી દઈએ કે, સારા અલી ખાન સૈફની પહેલી પત્ની અમૃતા સિંહની દીકરી છે. સૈફ અને અમૃતાના બે બાળકો છે. સારા ઉપરાંત તેમનો એક દીકરો ઈબ્રાહિમ પણ છે. કરીના અને સૈફ બે દીકરાઓ છે ત્યારે સૈફ કુલ ચાર બાળકોનો પિતા છે. કરીના હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈને આવી છે ત્યારથી તેના ઘરે મહેમાનોની અવરજવર ચાલી રહી છે. અગાઉ કરીનાની બહેનપણીઓ મલાઈકા અને અમૃતા અરોરા અર્જુન કપૂર સાથે બાળકને રમાડવા આવી હતી. તો કરિશ્મા કપૂર, સમાયરા કપૂર, સોહા અલી ખાન અને કુણાલ ખેમૂ પણ મંગળવારે રાત્રે કરીના અને બેબી પટૌડીને મળવા આવ્યા હતા.