Western Times News

Gujarati News

સારા પહેલા કન્ફ્યુઝ હતી કે કરીનાને તે શું કહીને બોલાવે

મુંબઈ: સૈફ અલી ખાન અને તેની એક્સ-વાઈફ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન પોતાના પિતાના બીજા લગ્ન પર હંમેશા ખુલીને બોલે છે. સારા કરીનાને બહેનપણી જેવી માને છે. સૈફ સાથે લગ્ન પહેલા જ કરીના તેના બાળકો સાથે હળી-મળી ગઈ હતી. તે ઘણી વખત તેમની સાથે સમય વિતાવતી હતી. શરૂઆતમાં સારાને સમજાતું ન હતું કે, કરીનાને શું કહીને બોલાવે. સારા તે અંગેના રસપ્રદ કિસ્સા પણ સંભળાવી ચૂકી છે. એક ચેટ શો દરમિયાન સારાએ કરીના સાથે પોતાના સંબંધો અંગે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, તે ક્યારેય કન્ફ્યુઝિંગ નથી રહી. કરીનાએ પોતે કહી દીધું હતું કે, જો તારી એક સારી માતા છે. હું ઈચ્છું છું કે, આપણે સારી બહેનપણી રહીએ. સારાએ એમ પણ જણાવ્યું હતું કે, સૈફે પણ કરીનાને ક્યારેય તેની બીજી મા તરીકે રજૂ નથી કરી કે કોઈ પ્રકારની મૂઝવણ અનુભવવા નથી દીધી. આ શોના હોસ્ટ કરણ જોહરે સારાને પૂછ્યું કે, શું સૈફે તેને ક્યારેય કહ્યું કે, કરીનાને છોટી મા કહીને બોલાવે?

તેના પર સારા કહે છે કે, જો તે કરીનાને એ રીતે બોલાવશે તો તેને નર્વસ બ્રેકડાઉન થઈ જશે. સારાએ જણાવ્યું કે, શરૂઆતમાં તેને લાગતું હતું કે હવે બેબોને શું કહીને બોલાવે, વિચારતી હતી કે, તેને કરીના કહું કે આન્ટી? સારાએ જણાવ્યું કે, તેના પર મારા પિતાએ કહ્યું કે, તું તેને આન્ટી ભૂલથી પણ ના કહેતી. સારાએ કહ્યું કે, હું હવે તેમને કે અથવા કરીના કહીને બોલાવું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.