સારા માલદીવમાં બીચ પર સનસેટ એન્જાેય કરી રહી છે
મુંબઈ: બોલિવુડની જાણીતી એસ્ટ્રેસ સારા અલી ખાન સોશ્યલ મિડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર પોતાના ફોટો અને વિડિયો શેર કરે છે અને પોતાના ફેન્સ સાથે જાેડાયેલી રહે છે. હાલમાં સારાએ જે ફોટોઝ ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કર્યા છે તેમાં તે બીચ પર મલ્ટી કલર ડ્રેસમાં પોઝ આપતી જાેવા મળે છે. આ ફોટોઝને આઠ લાખથી પણ વધુ લાઈક મળી ચુક્યા છે. ફોટોમાં સારા અલી ખાનની ગ્લેમરસ સ્ટાઈલ જાેવા મળે છે.
સારા અલી ખાન ફોટોમાં મલ્ટી કલર ડ્રેસમાં જબરદસ્ત અંદાજમાં પોઝ આપતી જાેવા મળે છે. પોતાના એક ફોટોમાં સારા બીચ પર બેઠેલી જાેવા મળે છે તો બીજા ફોટોમાં તે સીડીઓ પર પોઝ આપતી દેખાય છે. સારા અલી ખાનના ફોટોઝ સોશ્યલ મિડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે બીચપર બેસીને મલ્ટી કલર ડ્રેસમાં પોઝ આપતી જાેવા મળે છે. આ ઉપરાંત એક ફોટોમાં એક્ટ્રેસ સમુદ્ર કિનારે સનસેટ એન્જાેય કરતા પોઝ આપતી જાેવા મળે છે.
આ પિક્ચર્સમાં સારાની સ્ટાઈલ અને લૂક કાબિલે તારિફ છે. સારાએ આ પિક્ચર્સ શેર કરતા લખ્યું છે કે સેન્ડી ટોઝ એન્ડ સન કિસ્ડ નોઝ. એક્ટ્રેસના આ ફોટોઝને લઈને ફેન્સ પણ કમેન્ટ્સ કરતા થાકતા નથી.