સારા સમાચાર : મિડ લેવલ પર મોટા પાયે ભરતી કરાશે
નવી દિલ્હી : દેશમાં હાલમાં છવાયેલી આર્થિક મંદીની વચ્ચે હવે સારા સમાચાર મળી રહ્યા છે. રિક્રુટર્સ દ્વારા કરવામાં આવેલા એક નવા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે આઇટી, સોફ્ટવેર, શિક્ષણ, આરોગ્ય સેવા, એફએમસીજી સહિત અન્ય કેટલાક ક્ષેત્રોમાં તેજી આવી શકે છે. કંપની દ્વારા સર્વેના તારણ હવે જારી કરવામાં આવી ચુક્યા છે. સર્વેમાં સામેલ કરવામાં આવેલા ૫૪ ટકા કંપનીઓના પ્રતિનિધીઓ દ્વારા આ મુજબની વાત કરવામાં આવી રહી છે.
સર્વમાં સામેલ કરવામાં આવેલા ૫૪ ટકા લોકોનુ કહેવુ છે કે તેઓ મિડ લેવલ પ્રોફેશનલોની ભરતી કરનાર છે. આ એવા પ્રોફેશનલો માટે સારા સમાચાર તરીક છે જે ૩-૬ વર્ષનો અનુભવ ધરાવે છે. જે વેતન અને સારી તકને લઇને રાહ જાઇ રહ્યા છે. શાઇન ડોટ કોમના મુખ્ય કારોબારી અધિકારીના કહેવા મુજબ એવા સંગઠનોની સંખ્યા હવે વધી રહી છે. જે પોતાના પ્રતિભા પુલને વધારી દેવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. સાથે સાથે મોટા પાયે ભરતી કરી રહ્યા છે.
આવનાર દિવસોમાં મિડ લેવલ સ્તર પર પ્રોફેશનલ લોકોની વધારે ભરતી કરવામાં આવનાર છે. એવા અનુભવી લોકોની શોધ કરવામાં આવી રહી છે જે માત્ર ઉદ્યોગોને લઇને કેટલીક સ્થિતીને લઇને વાકેફ છે.
બજારની સ્થિતી ને સારી રીતે સમજી રહ્યા છે. સર્વેક્ષણમાં સામેલ કરવામાં આવેલા ૪૧.૦૪ ટકા લોકોએ એવો અભિપ્રાય આપ્યો છે કે તેઓ એન્ટ્રી લેવલ પર મોટા પાયે ભરતી કરવા માટે ઉત્સુક છે. ફ્રેશર્સ માટે પણ કેટલીક તક સર્જાઇ જાય તેવી શક્યતા છે. સર્વેમાં સામેલ કરવામાં આવેલા મોટા ભાગના નિષ્ણાંતો દ્વારા મત આપવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં સુધરી શકે છે.