સારા સાથેના સબંધ, પરીના પ્રેમમાં ન પડાયઃ શુભમન
નવી દિલ્હી, બેટિંગ લિજેન્ડ સચિન તેંડુલકરની મોટી પુત્રી સારા તેંડુલકર અને ભારતીય ક્રિકેટ ટીમ અને કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડી શુભમન ગિલ હંમેશા તેમના સંબંધોના અહેવાલોના કારણે સમાચારોમાં સ્થાન મેળવી લે છે. અત્યારસુધી બંને વચ્ચે પ્રેમ પ્રકરણ છે કે નહીં તેવા અહેવાલો ખૂબ ચગ્યા છે તેવામાં હવે બંનેના કથિત સંબંધો તૂટી ગયા હોવાની સ્થિતિ છે.
હકિકતમાં શુબમન ગીલે ઇન્સ્ટાગ્રામમાં આ પોસ્ટ મૂકી છે. આ પોસ્ટમાં તેણે પોતાના બ્લેક ટીશર્ટમાં એક લાઇન પર ભાર આપવાની કોશિષ કરી હોય તેવું લાગે છે. ગીલના ટીશર્ટ પર લખ્યુ છે કે નેવર ફોલ ઇન લવ વીથ એંજલ’ આ ફોટોગ્રાફ પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે.
લોકોએ એવું પણ લખ્યું છે કે સારા મેમ અહીંયા જાેઈ લો. કોઈએ આ પોસ્ટ પર લખ્યું કેમ સારા સાથે બ્રેકઅપ થઈ ગયું કે? સારા અવારનવાર ટીમ ઈન્ડિયા અને કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન શુબમન ગિલ સાથેના તેના સંબંધોની અફવાઓના કારણે હેડલાઈન્સમાં રહે છે.
સારા કે ક્રિકેટરે આ અહેવાલો વિશે કંઈપણ કહ્યું નથી, પરંતુ અફવા લોકોની કોમેન્ટ અને જુદા જુદા અહેવાલો પરથી વહેતી રહે છે. આઈપીએલ સમયે પણ આવી અફવાઓ સામે આવી હતી હવે ફરી સામે આવી છે. શુબમન અને સારા બંને એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરે છે અને જ્યારે શુબમન સારાના પરિવારને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરે છે, સારા પણ શુભમનની બહેન શાહનીલ ગિલ અને સિમરન સિદ્ધુને ફોટો-શેરિંગ એપ પર ફોલો કરે છે.
સારા અને શુભમન બંનેના રિલેશનશીપ સ્ટેટસને લગતી આગમાં આ ઘટસ્ફોટ ચોક્કસ બળતણ ઉમેરશે. સારા અને શુભમનની વાત કરીએ તો અત્યાર સુધી તેમના સંબંધો વિશે બંનેમાંથી કોઈએ ટિપ્પણી કરી નથી, તેમ છતાં તેઓ ઘણીવાર એકબીજાની સોશિયલ મીડિયા પોસ્ટ પર ટિપ્પણી કરે છે અથવા લાઈક કરે છે જે ચાહકોની નોંધ લેતાં જ તરત જ વાયરલ થઈ જાય છે.SSS