સારા સાથે સ્પર્ધામાં ઉતરવા માટે તૈયાર જ નથીઃ જાન્હવી
મુંબઇ, બોલિવુડની વિતેલા વર્ષોની સુપરસ્ટાર અભિનેત્રી સ્વર્ગસ્થ શ્રીદેવીની પુત્રી જાન્હવી હવે ધીમે ધીમે બોલિવુડમાં તેના પગ મજબુતી સાથે સ્થાપિત કરી રહી છે. તેની પાસે હાલમાં ત્રણ ફિલ્મો રહેલી છે. જે પૈકી ગુંજન સક્સેના નામની ફિલ્મમાં તે સૌથી પડકારરૂપ રોલમાં નજરે પડનાર છે. આ ફિલ્મ તેની ૨૪મી એપ્રિલના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આવી જ રીતે તેની રૂહી અફજાના નામની ફિલ્મ પાંચમી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. દોસ્તાના ફિલ્મના આગામી ભાગમાં પણ તે કામ કરી રહી છે. જેમાં તેની સાથે કાર્તિક પણ રહેનાર છે. તમામ ત્રણેય ફિલ્મ તેની કેરિયરને તેજી આપી શકે છે. જાન્હવી કપુર કોઇ સ્પર્ધામાં માનતી નથી. તેની સારા સાથે નજીકની મિત્રતા છે . કોઇ પણ પ્રકારની સ્પર્ધા નથી. બીજી બાજુ સેફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન પણ સિમ્બા બાદ લોકપ્રિય થઇ રહી છે.
બોલિવુડના તમામ ચાહકો માની રહ્યા છે કે બંને વચ્ચે ભવિષ્યમાં જોરદાર સ્પર્ધા થનાર છે. જો કે જાન્હવીએ આસંબંધમાં સાફ શબ્દોમાં કહ્યુ છે કે તેમની વચ્ચે કોઇ સ્પર્ધા રહેશે નહી. સારા અલી ખાન હવે પોતાની ત્રીજી ફિલ્મના શુટિંગમાં વયસ્ત બની ગઇ છે. આવી સ્થિતિમાં બંને સ્ટાર કિડ્સ વચ્ચે જોરદાર સ્પર્ધા થવાની શક્યતા છે. જો કે જાન્હવી આ પ્રકારની વાતમાં વિશ્વાસ રાખતી નથી. તેનુ કહેવુ છે કે સારા સાથે કોઇ ટક્કર નથી. જાન્હવીએ કહ્યુ છે કે તે બીજી કોઇ ફિલ્મ હાલમાં સાઇન કરી રહી નથી. તે પોતે આ સંબંધમાં અનેક ગોસિપ સાંભળી રહી છે.
જો કે તેની પાસે હાલમાં કોઇ પણ સાઉથની અથવા તો અન્ય ફિલ્મ નથી. તેનુ કહેવુ છે કે તે એક ચાહકની જેમ સારા અલી ખાનની તમામ ફિલ્મો જોવા માટે ઉત્સુક છે. જાન્હવી સારા અલી ખાનની પ્રશંસા કરતા કહે છે કે તેમાં ખુબ શક્યતા છે. અપાર કુશળતા રહેલી છે.