સારા સાવધાનીપૂર્વક ફિલ્મો સાઇન કરવા માટે ઇચ્છુક છે
મુંબઇ, બોલિવુડમાં ધડાકા સાથે એન્ટ્રી કરી ચુકેલી અને હાલમાં સિમ્બા મારફતે ભારે લોકપ્રિયતા મેળવી લેનાર સારા અલી ખાન સાવધાનીપૂર્વક ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. તે હાલમાં કુલી નંબર વનમાં કામ કરી રહી છે. તેની પાસે રોહિત શેટ્ટીની સિમ્બા રજૂ કરવામાં આવ્યા બાદ અનેક નવી ફિલ્મ હાથમાં આવી રહી છે. જા કે તે ઉતાવળમાં કોઇ ફિલ્મ કરવા માટે તૈયાર નથી. સારા ખાન આવતાની સાથે જ આડેધડ ફિલ્મો સાઇન કરવા માટે ઇચ્છુક નથી. તે સાવધાની સાથે કેરિયરને આગળ વધારી દેવા માટે ઇચ્છુક છે.
સારા અલી ખાન અભિષેક કપુરની નવી ફિલ્મ કેદારનાથ સાથે બોલિવુડમાં પ્રવેશી હતી. ત્યારબાદ તેની સિમ્બા રજૂ કરવામાં આવી હતી. જેમાં તેની સાથે રણવીર સિંહની ભૂમિકા હતી. હવે તેની પાસે વધુ કેટલીક ફિલ્મો આવી રહી છે. કેદારનાથ નામની ફિલ્મમાં તેની સાથે સુશાંત સિંહ રાજપુતે ભૂમિકા અદા કરી હતી. હાલમાં સારા અલી ખાન મુંબઇના એક લોકપ્રિય સલુનમાંથી બહાર નિકળતા કેમેરામાં કેદ થઇ ગઇ હતી. સારાએ પોતાના ચહેરાને ઢાકવાના તમામ પ્રયાસ કર્યા હતા. સુશાંત બોલિવુડમાં ગળા કાપ સ્પર્ધા હોવા છતાં પોતાની લોકપ્રિયતાને ટકાવી રાખવામાં સફળ રહ્યો છે. તે કેટલીક સારી ફિલ્મો કરી ચુક્યો છે. જેમાં ભારતીય ક્રિકટ સ્ટાર મહેન્દ્ર સિંહ ધોનીની લાઇફ પર બનેલી ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મ તમામ ચાહકોને ગમી ગઇ હતી. બોલિવુડના તમામ સુપરસ્ટારના બાળકો એન્ટ્રી કરી રહ્યા છે. સારા અલી અને શ્રીદેવીની પુત્રી જાન્હવી કપુર વચ્ચે હાલમાં સીધી સ્પર્ધા રહેવાની ચર્ચા જાવા મળી રહી છે. વરૂણ સાથે ફિલ્મને લઇને તે હાલ વ્યસ્ત બનેલી છે.