Western Times News

Gujarati News

સારા સાવધાનીપૂર્વક ફિલ્મો સાઇન કરવા માટે ઇચ્છુક છે

મુંબઇ, બોલિવુડમાં ધડાકા સાથે એન્ટ્રી કરી ચુકેલી અને હાલમાં સિમ્બા મારફતે ભારે લોકપ્રિયતા મેળવી લેનાર સારા અલી ખાન સાવધાનીપૂર્વક ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. સારા પાસે હાલમાં સતત સારી ફિલ્મો આવી રહી છે. હાલમાં તે કાર્તિક આર્યન સાથે તેની લવ આજ કલ ફિલ્મને લઇને વ્યસ્ત છે. આ ફિલ્મ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તે વરૂણ ધવનની સાથે કુલી નંબર વન કરી રહી છે. જે આ ફિલ્મ મે મહિનામાં રજૂ કરવામાં આવનાર છે. તે હાલમાં જાન્હવી કપુર કરતા આગળ દેખાઇ રહી છે. સારા પાસે રોહિત શેટ્ટીની સિમ્બા રજૂ કરવામાં આવ્યા બાદ અનેક નવી ફિલ્મ હાથમાં આવી રહી છે.

જો કે તે ઉતાવળમાં કોઇ ફિલ્મ કરવા માટે તૈયાર નથી. સારા ખાન આવતાની સાથે જ આડેધડ ફિલ્મો સાઇન કરવા માટે ઇચ્છુક નથી. તે સાવધાની સાથે કેરિયરને આગળ વધારી દેવા માટે ઇચ્છુક છે. સારા અલી ખાન અભિષેક કપુરની નવી ફિલ્મ કેદારનાથ સાથે બોલિવુડમાં પ્રવેશી હતી. ત્યારબાદ તેની સિમ્બા હાલમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં તેની સાથે રણવીર સિંહની ભૂમિકા હતી. હવે તેની પાસે વધુ કેટલીક ફિલ્મો આવી રહી છે.

કેદારનાથ નામની ફિલ્મમાં તેની સાથે સુશાંત સિંહ રાજપુતે ભૂમિકા અદા કરી હતી. હાલમાં સારા અલી ખાન મુંબઇના એક લોકપ્રિય સલુનમાંથી બહાર નિકળતા કેમેરામાં કેદ થઇ ગઇ હતી. બોલિવુડના તમામ સુપરસ્ટારના બાળકો એન્ટ્રી કરી રહ્યા છે. સારા અલી અને શ્રીદેવીની પુત્રી જાન્હવી કપુર વચ્ચે હાલમાં સીધી સ્પર્ધા રહેવાની ચર્ચા જાવા મળી રહી છે. જા કે જાન્હવી કપુર કરતા સારા અલી ખાન હાલમાં આગળ નિકળી ગઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.