Western Times News

Gujarati News

સારી સંગત હમેંશા સફળતા જ અપાવશે

“સંગ તેવો રંગ” એ કહેવત છે પરંતુ જા તમે સારા માણસની સંગત કરશો તો તમે સાચા માનવી બની શકશો. એવી જ રીતે જા કોઈ સફળતા મેળવેલ માનવીની સોબતમાં રહેશો તો તમે પણ સફળતા મેળવી શકશો. સંબંધોમાં પણ એવુ જ હોય છે જા તમે કોઈની સાથે સારા સંબંધ રાખશો તો તમે એવા સંબંધ કેળવી શકશો.

આપણાંમાંથી મોટાભાગે સૌ કોઈએ બસ કે ટ્રેનની ભીડનો અનુભવ કર્યો હશે જેમાં બસ- ટ્રેનમાં ચડવા માટે ધક્કા મુક્કી કરીને ચઢી શકાય છે પરંતુ ઉતરવા માટે એવુ બનતુ નથી અને સરળતાથી તમે ઉતરી જાઓ છો. એટલે જિંદગીમાં પણ સફળતાની સીડી ચઢવા માટે બસ- ટ્રેનની જેમ ધક્કા-મુક્કી કરવી પડે છે પણ સફળતાની સીડી નીચે ઉતરવા એવુ કરવુ પડતુ નથી.

તમે કેવી માનસિકતા કેળવો છો તેનો આધાર તમારી સંગત ઉપર રહે છે જો સંગત સારી હશે તો તો તમે સારા અને ખરાબ સંગત હશે તો તમે ખરાબ બની શકો છો. ઝઘડાખોર માનવીની સંગતમાં રહેશો તો તમે પણ ઝઘડાખોર બની જાઓ છો એટલે તમારા મનમાં ઘણીવાર એવુ બનતુ હોય કે મારી સાથે આવુ કેમ થાય છે ? જો તેનો જવાબ મેળવવો હોય તો તમારે તમે કોની સાથે રહો છો ? તેની માનસિકતા કેવી છે ? એ શોધવાની જરૂર રહે છે એટલે તમને જણાશે કે હું આ વ્યક્તિ સાથે રહુ છુ તો તે વ્યક્તિ કેવી છે જો તેણે સફળતા મેળવેલ હશે તો તમે સફળતા મેળવવાની ભાવના રાખશો.

આમ તમને સાચી દિશા તમારા સંબંધો જ બતાવશે. અને તમને સાચો રસ્તો ચોક્કસ બનશે. આમ જે ઘડીએ તમને સાચી દિશા, રસ્તો મળશે એટલે તમને સંગતનું મહત્વ શું છે એ સમજાશે. આમ સફળતા મેળવેલા લોકો સાથે તમે ઉભા રહેશો તો તમારી બાજુમાં જ સફળતા માનવી દેખાશે.

દારૂડીયા માનવીને જોડે કે વ્યસની માનવીની સંગત હશે તો તમે પણ વ્યસની કે દારૂડીયા બની જશો એટલે જ કહેવામાં આવ્યુ છે કે જેવો સંગ એવો રંગ. ઉદાહરણ તરીકે જાઈએ તો ફિલ્મી મહાનાયક અમિતાભ બચ્ચન કે ધીરૂભાઈ અંબાણીની સાથે દારૂડીયા કે વ્યસની માણસો બેઠેલા જાયા છે ? કારણ કે આવી સફળતાના શિખરે પહોંચેલા માણસોની સોબતની તપાસ કરો તો જણાશે કે તેઓ સારા માણસની સંગતમાં હતા એટલે તેઓ સફળતાને પામી શક્યા છે.

આપણામાંથી સૌ કોઈ ભગવાનના મંદિરે ગયા હોઈશું કે પછી ઈશ્વરમાં માનતા હોઈશુ કેમ ? કારણ કે જા થોડોક સમય ત્યાં હોઈશું તો આપણા મનમાં સારા વિચારો આવે છે અને જા તમે કોઈ અન્ય સ્થળે હશો તો આવા વિચાર તમને આવશે નહિ.
જેવો આહાર એવો ઓડકાર એ કહેવત પણ સાચી છે કારણ કે તમે જા સારુ સાત્વિક ખાશો તો ઓડકાર પણ એવો જ આવશે અને જા તીખુ- તમતમતુ કે વધુ તળેલુ ખાશો તો ઓડકાર પણ તીખો જ આવશે. એટલે અન્ન તેવો ઓડકાર પણ આ સંબંધમાં સાર્થક બને છે. ‘આચાર એવો વિચાર’ જા તમે સારા વિચારો કરશો તો તમે સારા કામો પણ કરશો એટલે ઘણીવાર તમારી સોબત કોની સાથે એનો આધાર તમારી સફળતામાં રહેલો છે.

ફિલ્મ અઢી કે ત્રણ કલાકની જ હોય છે પણ એમાંથી સારૂ ગ્રહણ કરવુ કે ખોટુ એ તમારા વિચાર ઉપર આધાર રાખે છે અને તમે સારો વિચાર કરશો તો તમે એ ફિલ્મમાંથી પણ સફળતા મેળવી શકો છો પણ આજકાલ લોકો સારુ ગ્રહણ કરવાને બદલે તેનું અનુકરણ નકારાત્મક રીતે લેતા શીખે છે એટલે તેમના વિચાર પણ નકારાત્મક હોય છે અને સફળતા જલ્દી મેળવતા નથી.
ઘણી વખત ફિલ્મોમાં આપણે જાયુ છેકે એક ખરાબ વ્યક્તિ કોઈ સારી વ્યક્તિની શોધમાં કે પછી તેની સંગતમાં આવે છે તો તેઓ સફળ થાય છે. આમ સોબતની અસર તમારા જીવનમાં કામ લાગે છે એન સફળતા પામી શકાય છે.

જો સફળ લોકોનો સંગાથ તમારી સાથે હશે તો તમે ચોક્કસપણે સફળતાના રસ્તે ચાલશો. કોઈને નિષ્ફળતા લોકોને સાથે લઈને ચાલતુ નથી. કોઈ આપણને બાજુમાં બેસાડી રાખવા રાજી નથી અને કોઈ નકારાત્મક માનસિકતા ધરાવનારાઓને વોલેટમાં ભરીને જવા તૈયાર નથી દરેકને સફળતાની સાથે રહેવુ છે.

જો તમારી પણ આજ માનસિકતા હો યતો તમારે પણ સફળ વ્યક્તિની સાથે જ રહેવુ જાઈએ. વારંવાર બ્રેકઅપ કરનારાઓની સાથે રહેનારને ક્યારેય સંબંધોનું મૂલ્ય સમજાતુ નથી. તો પછી એકાંકી રહેનાર કયારેય સંયુક્ત કુંટુંબની ભાવના સમજી શકતા નથી અને નિષ્ફળતાના મારને આદત બનાવી ચૂકેલા ક્યારેય સફળતાને આંબી શકતા નથી.
સફળ હંમેશા સફળની સાથે રહે છે. વિજેતા હમેંશા શૌર્યની વાત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.