સારું સ્વાસ્થ્યવર્ધક ભોજન કરવા અને સ્વસ્થ જિંદગી જીવવાનો સમય આવી ગયો છે
‘મનમાની રીતથી કરવામાં આવેલ ફિટનેસ અસલી ફિટનેસ નથી’ – અમોલ નાયકવાડી, પ્રિવેન્ટિવ હેલ્થકેર સ્પેશ્યાલિસ્ટ, ઇન્ડસ હેલ્થ પ્લસ
નવું વર્ષ બસ આવવાની તૈયારીમાં જ છે અને આ અવસર પર ઇન્ડસ હેલ્થ પ્લસે લોકોને જાગરુક બનાવવાની એક પહેલ શરુ કરી છે. તેના માધ્યમથી આ લોકોને માત્ર વજન ઘટાડવા પર ફોકસ કરવા સિવાય સ્વસ્થ, ફિટ અને બિમારીઓથી મુક્ત રહેવા વિશે જાગરુક કરી રહ્યાં છે.
સીમિત ભોજન અને વધારે વર્કઆઉટ કરવાના વિચાર ખૂબ જ ભયભીત કરતાં (સ્ક્યૂડ) છે અને આ સ્વસ્થ રહેવાની સીમિત પરિભાષા છે. હવે આ પરિભાષાને બદલવાં અને સારું ખાવા, સ્વાસ્થ્યવર્ધક ભોજન કરવા અને એક સ્વસ્થ જિંદગી જીવવાનો એક ટ્રેન્ડ બનાવવાનો સમય આવી ગયો છે.
ઇન્ડસ હેલ્થ પ્લસના પ્રીવેન્ટિવ હેલ્થકેર સ્પેશ્યાલિસ્ટ શ્રી અમોલ નાયકવાડીએ જણાવ્યું કે, “કેટલાંક આનુવાંશિક કારણ છે, જે તમારી ડાઇટ અને વેઇટ લોસને અસર કરી શકે છે. ગોટ, વિટામિન બી૧૨ એબ્જોર્પ્શન ફેક્ટર ડેફિશિયન્સી, ઇનહેરિટેડ લો બીએમઆર, થાઇરોઇડ ડિસ્ઓર્ડર વગેરે જેવા કારકો વિશે જો વજન ઓછું કરવાની કોશિશ કરી રહેલ કોઇ વ્યક્તિને ખબર નથી, તો તે પોતાના લક્ષ્યોંમાં સફળ થઇ શકતાં નથી. પોતાનાં જીનેટિક્સ વિશે સાચી જાણકારી હોવાથી તમને પોતાના શરીર અનુરુપ પોતાનાં ડાઇટ પ્લાન કરવામાં મદદ મળી શકે છે અને તેનાથી તમને ખૂબ જ મદદ મળશે. આ રીતે તમે સાંભળેલ વાતને માનવા અને આંખ બંધ કરી તેમનું પાલન કરવાથી બચશો.”
આ પહેલનો મુખ્ય જોર જેનેટિક એપ્રોચના માધ્યમથી પોતાના શરીર વિશે જાણવા અને રુટિન હેલ્થ ચેક અપ્સ કરાવવાના મહત્વ પર હશે, જેથી એક સ્વસ્થ જીવન માટે પોતાની બોડી ટાઇપ અનુસાર લાઇફસ્ટાઇલ અને ડાઇટમાં સુધાર કરી શકાય. વધુમાં, કંપની વિવિધ રોગોની પૂર્વાનુકૂલતાને ઓળખવા અને તેનું વિશ્લેપણ કરવાના મહત્વ પર પણ રોશની નાંખશે, જેનાથી તેનાથી બચવા અથવા તેને નિયંત્રિત કરવાના ઉપાય કરવામાં મદદ મળી શકે છે.