Western Times News

Gujarati News

સાર્વજનિક હોસ્પિટલમાં ઉભી કરાયેલ કોવીડ-૧૯ હોસ્પિટલ હાઉસફૂલ

અરવલ્લી જીલ્લાની ભાજપ-કોંગ્રેસની નબળી નેતાગીરીને પગલે સાબરકાંઠા જીલ્લામાંથી અરવલ્લી જીલ્લાના નવનિર્માણના વર્ષો વીતવા છતાં પાયાગત અનેક સુવિધાઓથી વંચિત છે હાલ કોરોનાની કપરી સ્થિતિમાં કોરોનાગ્રસ્ત દર્દીઓએ સીવીલ હોસ્પિટલના અભાવે દર દર ભટકવું પડી રહ્યું છે કોરોનાના સંક્રમણને અટકાવવામાં નિષ્ફ્ળ રહેલ આરોગ્ય અને વહીવટી તંત્ર આંકડાકીય માયાઝાળ રચી રહ્યું છે સરકારી ચોપડે કોરોનાના આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાની બૂમો ઉઠી રહી છે જીલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્રએ તાબડતોડ વધુ ૩૦ બેડની સુવિધા ઉભી કરવાની ફરજ પડી રહી છે જીલ્લામાં ૫૦૦ જેટલા દર્દીઓ કોરોનાની સારવાર લેવા માટે મોટા શહેરોમાં પહોંચ્યા છે અનેક દર્દીઓ કોરોનાની સમયસર સારવારના અભાવે પીડાઈ રહ્યા હોવાની બૂમો ઉઠી છે

અરવલ્લી જિલ્લામાં મોડાસા અને બાયડ શહેરમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ થતાં વિકટ સ્થિતિ સર્જાઇ છે અને તંત્ર દ્વારા સંક્રમણ અટકાવવા માટેના પ્રયાસો કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. સરકાર કોરોના સંક્રમણના આંકડા છુપાવી રહી છે. ગત વર્ષે પૂરી પડાતી માહિતી આ વર્ષે તંત્ર આપતું નથી. પરંતુ તંત્રની આ ચૂપકીદી થી જિલ્લામાં સંક્રમણ વધી રહયું હોય એમ મનાઈ રહયું છે.જે વિસ્તાર કે જે વિસ્તારના  લોકો સંક્રમીત બન્યા છે તેનાથી પ્રજા અજાણ છે અને સંક્રમણનો વ્યાપ વધે છે.

કોરોનાનું સંક્રમણ હવે ગ્રામ્ય વિસ્તારોમાં ધીરે ધીરે વિકરાળ બની રહ્યું છે જેના પગલે એક્ટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે બીજીબાજુ જીલ્લામાં સરકારી હોસ્પિટલના અભાવે જીલ્લામાં એક માત્ર રાજ્ય સરકાર કરાર આધારીત ઉભી કરાયેલી મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉભરાઈ રહ્યા છે હોસ્પિટલના તમામ બેડ ભરાઈ જતા દર્દીઓને હિંમતનગર અને અમદાવાદ સારવાર માટે ધકેલવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ દર્દીઓ કરી રહ્યા છે જીલ્લા તંત્રએ કોરોના સંક્રમિત અને કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ માટે વધુ ૩૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવા તંત્રએ તજવીજ હાથધરી છે

મોડાસા કોવીડ-૧૯ હોસ્પિટલમાં હાલ ૩૦ બેડની સુવિધા વધારવામાં આવતા હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ૮૦ બેડ ઉપલબદ્ધ થશે જેમાં ૪૮ બેડ માં ઓક્સિજનની સુવિધા હોવાની માહિતી આરોગ્ય સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી મોડાસા કોવીડ-૧૯ હોસ્પિટલમાં દર્દીઓની તબીયત વધુ લથડે તો પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી તાબડતોડ અન્ય હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જીલ્લામા આરોગ્ય તંત્ર સંપૂર્ણ નિષ્ફળ રહ્યું હોવાનું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.