Western Times News

Gujarati News

‘સાલાર ૨’માં પ્રભાસ નહીં હોય, માત્ર બાળકો જ હશે ?

પહેલી ફિલ્મ આવી એ પહેલાં જ સિક્વલ જાહેર થઈ ચુકી હતી

પ્રભાસ અને પ્રશાંત નીલની ‘સાલાર’ બોક્સ ઓફિસ પર ઘણી સારી ચાલી હતી

મુંબઈ,પ્રભાસ અને પ્રશાંત નીલની ‘સાલાર’ બોક્સ ઓફિસ પર ઘણી સારી ચાલી હતી. આ ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાં તેની સિક્વલની પણ જાહેરાત થઈ ગઈ હતી. પરંતુ ફિલ્મ રિલીઝ થયા પછી એવા ઘણા અહેવાલો આવ્યા હતા કે હવે સિક્વલ પડતી મુકાઈ છે. જોકે, પ્રભાસના જન્મ દિવસે કેટલાંક અહેવાલો અને મીડિયા એનાલિસ્ટના તારણો એવા આવી રહ્યા હતાં કે આ ફિલ્મના બીજા ભાગનું કામ ગુપચૂપ રીતે શરૂ થઈ ચૂક્યું છે. ખાસ તો પ્રભાસના જન્મ દિવસે આ ફિલ્મનું કામ શરૂ થઈ ગયું હોવાની ચર્ચા હતી.

પરંતુ આ અંગે પ્રોડક્શન હાઉસ તરફથી કોઈ જાહેરાત ન થતાં લોકોને આશ્ચર્ય થયું હતું. પરંતુ હવે કેટલાંક એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ‘સાલાર’નું શૂટ શરૂ તો થઈ ગયું પરંતુ પ્રશાંત નીલ અને પ્રભાસ વિના જ. કેટલાક બાળકોના માત્ર સીન માત્ર ૪-૫ દિવસ માટે શૂટ કરવામાં આવ્યા હતા. હવે ડિરેક્ટર પ્રશાંત નીલ વિના કોઈ સીન કઈ રીતે શૂટ થઈ ગયા એ પણ પ્રશ્ન ઉઠે છે. પ્રભાસનું બધું જ ધ્યાન હાલ મારુથિની ‘રાજાસાબ’ અને હાનુ રાઘવપુડીની ‘ફૌજી’ પર છે.

જ્યારે પ્રશાંત નીલ હાલ જુનિયર એનટીઆરની મોટા બજેટની ફિલ્મમાં વ્યસ્ત છે અને આ આખું વર્ષ તેનું શૂટિંગ ચાલશે. એનટીઆરની ફિલ્મ પુરી થાય પછી પ્રશાંત નીલ ‘કેજીએફ ૩’નું કામ શરૂ કરશે. કારણ કે આ કામ શરૂ કરતાં પહેલાં યશને પણ ‘રામાયણ’ અને ‘ટોક્સિક’ બે ફિલ્મોનું કામ પુરું કરવાનું છે. તો આવનારા લગભગ ૩-૪ વર્ષ સુધી ‘સાલાર’નું કામ શરૂ થાય તેમ લાગતું નથી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.