Western Times News

Gujarati News

સાલ એજ્યુકેશન કેમ્પસ ખાતે સાલ ટ્રેનિંગ & રિફાઈનમેન્ટ સેન્ટર લોન્ચ કરાયું

અમદાવાદ, 4 જુલાઈ, 2019 : સાલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયુટ્સને 2009માં આદર્શ ફાઉન્ડેશનના એક પ્રમુખ અંગના રૂપમાં સ્થાપિત કરવામાં આવેલ છે. સાલ ટેક્નિકલ કેમ્પસ એક હરિયાળા કેમ્પસ સાથે 25 એકરમાં ફેલાયેલ છે. સાલ “ડાયરેક્શન ટોવર્ડસ ઈનોવેશન્” (નવીનતા તરફની દિશા)ના તેના સિદ્ધાંત તરફ પ્રતિબદ્ધ છે અને શિક્ષણમાં શ્રેષ્ઠતા માટે પ્રયાસ કરે છે. આદર્શ ફાઉન્ડેશનને ભારતની અગ્રણી સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપની, શાહ એલોય્સ લોમીટેડ દ્વારા વિકસિત કરવામાં આવેલ છે.

સાલ એજ્યુકેશન કેમ્પસ ખાતે તેમનું પોતાનું CABCIN સેન્ટર (કેપેસીટી બિલ્ડીંગ સેન્ટર ઈન હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુશન ઈન ઈન્ડિયા)- સાલ ટ્રેનિંગ & રિફાઈનમેન્ટ સેન્ટર (એસટીએઆર) લોન્ચ કરવામાં આવ્યું છે. આ લોન્ચ પ્રસંગે રાજેન્દ્રભાઈ શાહ- ચેરમેન, સાલ ગ્રુપ, ડો.કમિલા લુડવિકોવસ્કા- પ્રોજેક્ટ ડિરેક્ટર, CABCIN, વ્રોક્લો યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી તથા શ્રી લલીચંદ્ર પી. પાડલીયા-  આઈએએસ કમિશનર ઓફ હાઈ એજ્યુકેશન, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, હર્ષિત ભાવસાર, મનીષ પટેલ, પૂજા શાહ, રવિ રૈથથા, સિમ્પલ દોશી, ડૉ. રૂપેશ વસાણી, નીલિમા શાહ, ડૉ. રોશની રાવલ, ઉમંગ મોદી, રેખા પટેલ અને શાશ્વત પાડલીયા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

આ વિશે જણાવતાં સાલ ગ્રુપના ચેરમેન, શ્રી રાજેન્દ્રભાઇ શાહે જણાવ્યું હતું કે, ” આ લોન્ચનો ઉદ્દેશ દરેક ઈન્ડિયન યુનિવર્સીટીમાં કેપેસીટી બિલ્ડીંગ સેન્ટર્સ (સીબીસી)ની સ્થાપના દ્વારા ભારતમાં હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ્સમાં શિક્ષણની ક્ષમતા અને ગુણવત્તાને મજબૂત કરવાનો છે. આ CABCIN પ્રોજેક્ટ પ્રમુખ પ્રાથમિકતાઓને સીધી રીતે સંબોધશે, અર્થાત ઈન્ડિયા હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુટ્સમાં શિક્ષણ ગુણવત્તામાં સુધાર કરવામાં આવશે,

જેમાં યુરોપિયન યુનિયનના હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુટ્સ સાથે સહયોગ અને આંતરરાષ્ટ્રીયકરણમાં વધારો થાય છે. ટ્રેનિંગ સેન્ટર સોફ્ટ સ્કિલ્સ, નવી શિક્ષણ પદ્ધતિઓ, ક્લાસ રૂમ મૂલ્યાંકન, ડિઝાઇન અને મૉડિફિકેશનમાં ઈ લિનિંગ મૉડ્યૂલનો ઉપયોગ અને શિક્ષણમાં કોલેબોરેટીવ લર્નિંગ / મિશ્રિત શિક્ષણનો પરિચય, એટલે કે 30% ઑનલાઇન અને 70% ક્લાસ રૂમ તાલીમ પર શિક્ષકોની તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.