સાળંગપુર ધામમાં દાદાના દર્શન કરવા પહોંચ્યા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
રાજ્યભરમાં હનુમાન જયંતિની જોરશોરથી ઉજવણી
(એજન્સી)બોટાદ, હનુમાન જયંતી પાવન પર્વ નિમિતે સાળંગપુર ધામ ખાતે હનુમાન જયંતિ ની ઉજવની ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાળંગપુર ધામમાં દાદાના દર્શન કરવા પહોંચ્યા હતા. અમદાવાદના સુપ્રસિદ્ધ કેમ્પના હનુમાન ખાતે પણ હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી.
રાજ્યભરમાં ધાર્મિક સ્થાનોમાં દાદાના દર્શન કરવા માટે સવારથી જ શ્રદ્ધાળુઓમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. સુપ્રસિદ્ધ હનુમાન દાદાના મંદિરોમાં ખાસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ઠેર-ઠેર અન્નકૂટના દર્શન કરવા લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. ઉજવણીના આ ઉત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા અને દાદા ના આશીર્વાદ મેળવ્યા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજીના પાવન અવસરે સાળંગપુર ગામ ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમૂહ મારુતિ યજ્ઞ અને સાથે જ હનુમાનજી દાદાને ધરાવેલા મહાઅન્નકૂટની આરતી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આરતી થયા હતા તેમણે પૂર્ણ શ્રદ્ધાથી હનુમાનજી દાદાની આરતી કરી અને સૌ લોકોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા બાદ બીએપીએસ મંદિર ખાતે પણ દર્શન કર્યા હતા. દ્વારા સીએમ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને જગ્યાએ દર્શન કરી મુખ્યમંત્રી હેલિકોપ્ટર મારફતે ગાંધીનગર જવા રવાના થયા હતા. સાળંગપુર ખાતે હનુમાન જયંતિ ની ભવ્ય અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સંતો, અગ્રણીઓને અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા