Western Times News

Gujarati News

સાળાઓએ છરીના ઘા ઝીંકીને બનેવીને પતાવી દીધા

Youth suicide in bus

Files Photo

બનાસકાંઠા, બનાસકાંઠાના સરહદી વિસ્તાર બેણપ ગામમાં બે મહિના પહેલા ગુમ થયેલા યુવકની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. જેમાં સગા બે સાળાઓએ જ બનેવીને છરીના ઘા મારી હત્યા કરાઈ હોવાનું બહાર આવતાં જ થરાદ પોલીસે મૃતકના અસ્થિને પીએમ અર્થે ખસેડી એફ.એસ.એલ.ની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. સુઇગામ તાલુકાના બેણપ ગામે દિનેશ હમીરભાઇ ઠાકોર નામના ૨૫ વર્ષીય યુવક ઘરેથી ભાભર જવાનું કહી નીકળ્યા બાદ ગુમ થયો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. જેમાં થરાદ પોલીસે ઝીણવટભરી તપાસ કરતા મૃતકના સગા બે સાળાઓએ જ બનેવીની હત્યા કરી લાશને ઝાડીમાં ફેકી દીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બેણપ ગામે રહેતા દિનેશ ઠાકોર અને તેમની બહેનના લગ્ન સાટા પદ્ધતિથી થયા હતા. ચાર વર્ષ અગાઉ શિવા ઠાકોરના મોટાભાઈ ખેંગાર ઠાકોર હત્યા થઈ હતી. આ હત્યા શિવા ઠાકોરના બનેવી દિનેશભાઈ ઠાકોર અને તેના પરિવારજનોએ કરી હોવાનો શંકા હતી.

આ દરમિયાન બનેવી દિનેશ ઠાકોર બે મહિના અગાઉ તેમના સાળાઓને મળવા માટે બેણપ તેમના ખેતરે આવ્યો હતો. તે સમયે એકલતા જાેઈ મોકાનો ગેરફાયદો ઉઠાવી બંને સાળા શિવા ઠાકોર અને હીરા ઠાકોરે બનેવી દિનેશ ઠાકોરને છરી આડેધડ ઘા મારી હત્યા કરી નાંખી હતી. બાદમાં લાશ અને ગુનામાં વપરાયેલી છરીને બાવળની ઝાડીમાં ફેંકી બંને નાસી ગયા હતા. આ કેસમાં થરાદ પોલીસે મૃતકના અસ્થિને પીએમ અર્થે ખસેડ્યા છે. પોલીસે એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ બંને હત્યારાઓની અટકાયત કરી છે. આ અંગે થરાદ છજીઁ પૂજા યાદવે જણાવ્યું હતું કે, “બે મહિના અગાઉ ગુમ થયેલા યુવકની હત્યા કરાઈ હતી, જેમાં બંને હત્યારાઓની અટકાયત કરી લેવામાં આવી છે. આ મામલે પોલીસ વધારે તપાસ કરી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.