સાળાની હત્યા કરનાર યુવકની પ્રેમિકા સાથેની તસવીરો વાયરલ
સુરત, સુરતના કતારગામમાં તાજેતરમાં બનેલી સંબંધોનો ખૂની ખેલની ઘટનાએ ચકચાર બનાવી હતી. બનેવીએ સાળાને તલવાર ઘા ઝીંકી ર્નિમમ હત્યા કરી હતી. જાેકે બનેલી હત્યા કર્યા બાદ સમગ્ર પરિવારને જાહેરમાં લાકડાના ફટકા માર્યા હતા જેનો લાઇવ વીડિયો સામે આવ્યો હતો.
જાેકે, ઘટનાને અંજામ આવી બનેલી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર મામલે સાળાઓની હત્યા કરનાર યુવકના આડાસંબંધોનો મામલો ખુલ્લો પડ્યો છે. યુવકે પ્રેમિકાને પામવા પત્નીને કાઢી મૂકી હતી. આ યુવકની પ્રેમિકા સાથેની રંગીન તસવીરો હાલ વાયરલ થઈ રહી છે.
બનાવની વિગતો એવી છે કે કતારગામની નીલકંઠ સોસયાટીમાં રહેતા મહેશ ઝાંઝમેરાના લગ્ન પ્રીતિ સાથે થયા હતા. ત્રણ સંતાનોના પિતા મહેશને એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા. આ યુવતી સાથે આડા સંબંધોને લગ્નમાં ઢાળવા માટે મહેશ પત્નીને છૂટાછેડા આપવા માંગતો હતો. આ યુવતી મહેશની પત્નીની હાજરીમાં ઘરે આવજા કરતી હોવાનું પણ સામે આવ્યું છે. દરમિયાન મહેશે પત્નીને કાઢી મૂકતા તેની સામે પ્રીતિબહેને ફરિયાદ કરી હતી.
જ્યારે આ મામલે ગયા મંગળવારે મહેશ ઝાઝમેરાના સાળા જયેશ કળસરીયા અને નીતેશ સાથે ઝઘડો થયો હતો. દરમિયાન મહેશે જયેશ અને નીતેશને તલવારના ઘા ઝીંકી દેતા બંનેને કિરણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં નીતેશ કળસરિયાનું મોત થયું હતું. દરમિયાનમાં આ ઘટના બાદ સુરતના વોટ્સએપ ગ્રુપ્સમાં મહેશની પ્રેમિકા સાથેની તસવીરો વાયરલ થઈ રહી છે.