Western Times News

Gujarati News

સાળા-બનેવી મોજશોખ માટે ચોર બન્યા: 12 વાહનોની ચોરી પકડાઈ

પોલીસે બાતમીના આધારે શાળા બનેવીને ઝડપી પાડ્યા

સુરત, પોતાના મોજશોખ માટે અને મોડી રાત્રે ફરવા માટે સુરતના અલગ અલગ વિસ્તારમાંથી કૌટુંબિક શાળા બનેવીની જોડી દ્વારા મોટરસાયકલ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવતો હતો. પોલીસે બાતમીના આધારે શાળા બનેવીને ઝડપી પાડી વાહન ચોરીના બાર ગુના ઉકેલવામાં સફળતા મળી છે.

આગામી દિવસમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે એવામાં અનિચ્છનીયની ઘટનાઓ ન બને અને ભૂતકાળમાં ગુનામાં સંડોવાયેલા હોય એવા લોકોને તપાસવા માટે સુરત પોલીસે કમર કસી છે. રાત્રિ દરમિયાન ગુનેગારોને પકડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સખતમાં સખત પેટ્રોલિંગ કરવાની તથા વાહન ચેકીંગ કરવાની તેમજ આ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકીંગ કરવામાં આવતું હોય છે.

આ જ રીતે ગતરોજ રાત્રે સુરતની ડીંડોલી પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, બે ઈસમો ચોરીના વાહન સાથે ફરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે નવાગામ સંતોષીનગર ગરનાળા ખાતેથી ચોરીના એક રોયલ એનફિલ્ડ ૩૫૦ બુલેટ સાથે બે ઈસમો પંકજ વિરેન્દ્ર દાનબહાદુર વિશ્વકર્મા અને પંકજકુમાર મહેશ ખેલાવન મિસ્ત્રી (શર્મા) ઝડપી પાડ્યા હતા.

ડીંડોલી પોલીસ સ્ટેશનના રેકર્ડે ખાતરી કરતા આ બુલેટ ચોરી અંગે અજાણ્યા ઈસમ વિરૂધ્ધમા ગુનો રજિસ્ટર થયેલા હોય ઉપરોક્ત બન્ને આરોપીઓને બુલેટ ચોરીના ગુનામા અટક કરી કાયદેસરની કાર્યવાહી વધુ તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસને જાણકારી મળી હતી કે, આ બંને પકડાયેલા ઈસમો કૌટુંબિક શાળા બનેવી છે અને રાત્રી દરમિયાન રખડવાનો શોખ હોવાને લઈને સુરતના અલગ અલગ વિસ્તારમાંથી વાહન ચોરી કરતા હોવાની વિગતો મળી હતી.

પોલીસે આરોપીઓએ બીજા પણ વાહન ચોરીના ગુનાઓ કરેલાની શક્યતાઓને પગલે પોલીસ કસ્ટડી દરમ્યાન આરોપીઓને વિશ્વાસમાં લઈ યુક્તિ-પ્રયુક્તિથી આગવી ઢબે પૂછપરછ કરતા બીજા અન્ય ૧૨ વાહન ચોરીની કરેલાની કબુલાત કરી છે. જે પૈકી કુલ ૧૨ ટુ-Âવ્હલર વાહનો રીકવર કરવામાં આવેલ છે. આમ સુરત શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના વાહન ચોરીના વણ શોધાયેલ કુલ ૧૧ ગુનાઓ શોધી કાઢી તમામ ગુનાઓનો મુદ્દામાલ રીકવર કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.