સાળીઓની હાજરીમાં રણબીરે આલિયાને લેખિતમાં વચન આપ્યું

મુંબઈ, બોલિવુડના પાવરફુલ કપલમાંથી એક Alia Bhatt અને Ranbir Kapoor પાંચ વર્ષના રિલેશનશિપ બાદ ૧૪મી એપ્રિલે લગ્નના બંધનમાં બંધાયા. રણબીર કપૂરના વાસ્તુ બિલ્ડિંગ સ્થિત ઘરમાં આયોજિત ફંક્શનમાં પરિવારના સભ્યો અને અંગત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. લગ્ન બાદ તરત જ આલિયા ભટ્ટે તેના પરિકથા સમાન લગ્નની સુંદર તસવીરો શેર કરી હતી.
કપલના લગ્નને પાંચ દિવસ થયા છે અને રોજ નવી-નવી અનસીન તસવીરો સામે આવી રહી છે. હાલમાં જ આલિયા ભટ્ટની મિત્ર તાન્યા સાહા ગુપ્તા, જે તમામ ફંક્શનમાં હાજર રહી હતી તેણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે.
તાન્યા ગુપ્તાએ જે તસવીરો શેર કરી છે, તેમાં નવદંપતી એક્ટ્રેસની અન્ય બહેનપણીઓ સાથે પોઝ આપતા જાેવા મળી રહ્યા છે. પહેલી તસવીર લગ્નના દિવસની છે, જેમાં આલિયા ભટ્ટની તમામ બહેનપણીઓને જાેઈ શકાય છે. એક તસવીરમાં રણબીર કપૂર સાળીઓથી ઘેરાયેલો છે અને નીચે બેસીને શેમ્પેઈન પી રહ્યો છે.
આ પોસ્ટમાં કપલના લગ્ન બાદ યોજાયેલી પાર્ટીની પણ એક તસવીર છે. જેમાં આલિયા લાલ કલરના ડ્રેસમાં સ્ટનિંગ લાગી રહી છે. તેના અને તેની BFFના હાથમાં શેમ્પેઈન છે અને બધી પોતાનામાં મગ્ન થઈને નાચી રહી છે. લગ્નમાં સાળીઓએ જીજુ રણબીર કપૂરને પજવવાની તક જતી કરી નહોતી. બધાએ સાથે મળીને તેની પાસેથી વચન પણ લીધું હતું. જેની પણ તસવીર તાન્યાએ શેર કરી છે.
જેમાં તેઓ તમામ રણબીરને ચોંટીને ઉભી છે અને તેના હાથમાં એક કાગળ લખ્યું છે, જેમાં લખ્યું છે ‘હું રણબીર, આલિયાનો પતિ તેને ખુશ રાખવાનું વચન આપું છું’. પાર્ટી બાદ રણબીરે તાન્યા પર પ્રેમ પણ વરસાવ્યો હતો અને પોઝ આપતી વખતે તેના ગાલ પર ચૂમી આપી હતી.
તસવીરો શેર કરીને તેણે લખ્યું છે ‘આ તેવા સુખી દિવસો છે જેના માટે હું જીવું છું. ઘણા બધા ખુશીના આંસુ અને પેટમાં દુખી જાય એટલું હાસ્ય, મારી મીઠડી @aliaabhattની લવ સ્ટોરીની ઉજવણી કરી.
અવિભાજ્ય પરિવાર ધરાવવા માટે હંમેશા કૃતજ્ઞ છું, જે હવે થોડું વધારે મોટું થઈ ગયું છે’. આલિયા ભટ્ટના મમ્મી સોની રાઝદાને પણ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફેરા દરમિયાનની તસવીર શેર કરી છે. જેમાં તેઓ ખુશ જણાઈ રહ્યા છે. તસવીરના કેપ્શનમાં તેમણે લખ્યું છે ‘માય હાર્ટબિટ્સ’.
SSS