સાવકા પિતા સામે સગીરાએ શારીરિક છેડતીની પોલીસમાં ફરિયાદ નોંધાવી

પ્રતિકાત્મક
૧૮૧ અભયમ ટીમ દ્વારા સગીરાને બચાવી પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ
વડોદરા, વડોદરામાં એક ઓરમાન પિતા દ્વારા થઈ રહેલી શારીરિક છેડછાડથી ત્રસ્ત સગીર પુત્રીએ ઓરમાન પિતા સામે અવાજ ઉઠાવ્યો હતો અને ૧૮૧ અભયમ ટીમની મદદ લઈને સેગવા પોલીસ સ્ટેશનમાં પિતા સામે ફરિયાદ નોંધાવી હતી.
સગીરાએ અભયમ ટીમને રડતા રડતા જણાવ્યું હતું કે, મારી નાની બહેન સાથે પણ અજુગતું થઈ શકે છે. મારા ઓરમાન પિતા અવાર-નવાર મારી સાથે શારીરિક છેડછાડ કરી છે અને જાે તું ફરિયાદ કરીશ તો તને મારી નાંખીશ તેવી ધમકી આપે છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, મારા સગા પિતાનું બીમારીને કારણે અવસાન થયેલ ત્યારબાદ મારી માતાએ બીજા લગ્ન કર્યા. હું અને મારી નાની બહેન માતા સાથે ઓરમાન પિતા સાથે સાસરીમાં લઈ ગયા હતા. ત્યારબાદ મારા ઓરમાન પિતાએ મારી પર બૂરી દાનત બગાડવાનું શરૂ કર્યું હતું. આ અંગે મેં મારી માતાનું ધ્યાન દોર્યું હતું.
ત્યારે મારી માતાએ ઓરમાન પિતાને સમજાવવાનો પ્રયાસ પણ કર્યાે હતો, પણ તે સમયે મારી ઓરમાન પિતા મને અને માતાને માર મારતાં હતા. આખરે સગીરાએ અભયમ ટીમને કોલ કરીને મારી મદદ કરો તેમ રડતા અવાજે કહેતા અભયમ ટીમે સગીરાની ફરીયાદને ગંભીરતાથી લઈને તુર્તજ પાદરા ખાતે મદદે પહોંચીને સગીરાને સાંત્વના આપ્યું હતું.
દરમિયાન સગીરાને સાથે રાખીને અભયમ ટીમે ઓરમાન પિતા સગીરાની સાથે હેરાનગતિ અને શારીરિક છેડખાની બંધ થાય એ માટે ઓરમાન પિતા સામે સેગવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે તુરંત જ કાર્યવાહી હાથ ધરી હતી.