સાવકા પુત્ર સાથે લગ્ન કરનારી બ્લોગરે પુત્રને જન્મ આપ્યો
મોસ્કો: પોતાના પતિને છુટાછેડા આપીને સાવકા પુત્ર સાથે લગ્ન કરનાર રશિયન બ્લોગર એ પહેલાં બાળકને જન્મ આપ્યો છે. ૩૫ વર્ષીય મરીના બલમશેવા એ ગત વર્ષે સાવકા પુત્ર વ્લાદિમીર શેવરિન સાથે લગ્ન કર્યા હતા. મરીનાના લગ્ન ખૂબ ચર્ચામાં રહી હતી,
જાેકે તેને લઇને તેમની ટીકા પણ થઇ હતી. ૩૫ વર્ષની મરીના બલમશેવાએ ગત વર્ષે ૨૧ વર્ષના સાવકા પુત્ર વ્લાદિમીર શેવરિન સાથે લગ્ન કર્યા હતા. મરીનાએ જણાવ્યું કે પૂર્વ પતિ અને વ્લાદિમીરના પિતા એલેક્સી એરે સાથે છુટાછેડા બાદ તેમણે સાવકા પુત્ર વ્લાદિમીર સાથે પ્રેમ થઇ ગયો અને બંનેએ લગ્ન કરવાનો ર્નિણય કરી લીધો.
ડેલીમેલના રિપોર્ટ અનુસાર મરીના અને વ્લાદિમીર શેવરિનની પહેલી મુલાકાત ૧૪ વર્ષ પહેલાં થઇ હતી, જ્યારે વ્લાદિમીરની ઉંમર ૭ વર્ષની હતી. મરીનાએ એલેક્સી એરે સાથે વર્ષ ૨૦૦૭માં લગ્ન કર્યા હતા અને ત્યારબાદથી વ્લાદિમીર તેમની સાથે રહેતો હતો. મરીના સાથે લગ્નના ૧૦ વર્ષ પછી એલેક્સી એરે સાથે છુટાછેડા લઇ લીધા અને પછી તેના ૩ વર્ષ બાદ સાવકા પુત્ર સાથે કરી લીધા.
મરીના બલમશેવાએ તાજેતરમાં જ વજન ઘટાડવાની પોતાની સફર શેર કરી હતી. આ સાથે જ મરીનાએ જણાવ્યું કે પોતાની ઉંમર ઓછી દેખાય અને પતિના અનુરૂપ આકર્ષક દેખાવવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. ૩૫ વર્ષની મરીના બલમશેવા ઇંસ્ટાગ્રામ પર ખૂબ પોપ્યુલર છે અને તેમના ૫.૩૫ લાખ ફોલોવર્સ છે. વજન ઘટાડવાની ડોક્યુમેંટ્રી વાયરલ થયા બાદ મરીના ખૂબ ચર્ચામાં રહી.