‘સાવકી’ નાનીએ છ વર્ષના માસૂમને ડામ આપ્યા
(એજન્સી)અમદાવાદ, મોડી રાતે સીચો પાડીને ઝબકીને ઉઠી જતાં છ વર્ષના માસૂમ બાળકની હાલત પિતા, સાવકી માતા, નાના અને નાનીએ એટલી બદતર કરી નાંખી કે હાલ તેને કાઉÂન્સલિંગ માટે પાલડી ખાતે આવેલા ચિલ્ડ્રન હોમમાં રહેવું પડયું છે. નાનીએ બાળકના થાપા ઉપર ગરમ ચીપીયાના ડામ આપ્યા હતા
જ્યારે સાવકી માતાએ પેટમાં ફેંટો મારી હતી. નાના પણ ભણવાના મામલે માર મારતાં હતા. સાવકી માતા, નાના-નાનીએ કરેલા અત્યાચારની વાત જ્યારે બાળક પિતાને કરતો ત્યારે તે પણ તેને ઢોર માર મારતો હતો.
શાહીબાગ વિસ્તારમાં રહેતા અશોકભાઈ પટેલે બોડકદેવ પોલીસને નિકુંજ પટેલ, આશ્લેષા પટેલ, કુંદનબહેન પટેલ, મનસુખ પટેલ (તમામ રહે.વિરાટ એલિગન્સ, સાયન્સ સિટી) વિરૂદ્ધ ડામ આપવાની ફરિયાદ કરી છે. અશોકભાઈ તેમની પત્ની અને પૌત્ર મિત (નામ બદલ્યું છે) સાથે રહે છે અને નિવૃત્ત જીવન ગુજારે છે. અશોકભાઈના પુત્ર નિકુંજના લગ્ન વર્ષ પહેલાં ર૦૧પમાં નિકિતા નામની યુવતી સાથે થયા હતા. નિકિતા અને નિકુંજને છ વર્ષનો એક પુત્ર મિત છે. વર્ષ ર૦ર૧માં નીકિતાએ નિકુંજને છૂટાછેડા આપી દીધા હતા.
નિકુંજના સાયન્સ સિટી ખાતે રહેતી આશ્લેષા સાથે પ્રેમ સંબંધ બંધાતા બન્નેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. નીકિતાએ નિકુંજ સાથે વર્ષ ર૦ર૧માં છૂટાછેડા લીધા હતા. નિકિતાએ પુત્રને લઈ જવાનો ઈન્કાર કરતાં તેની જવાબદારી અશોકભાઈએ લીધી હતી. છૂટાછેડા લીધા બાદ નિકુંજ દિકરા સાથે આશ્લેષાના ઘરે રહેવા માટે જતો રહ્યો હતો.
આશ્લેષા અને નિકુંજે લગ્ન કરી લીધા હતા અ ને તે સાયન્સ સિટી રહેતો હતો. નિકુંજ સાથે તેના સાસુ કુંદનબહેન, સસરા મનસુખભાઈ પણ રહેતા હતા. થોડા સમય પહેલાં અશોકભાઈ એક્ટિવા લઈને પોતાના કામથી બહાર ગયા હતા ત્યારે સાંજે પાંચ વાગે નિકુંજ તેની સાસરીના તમામ સભ્યોને લઈને આવ્યો હતો. અશોકભાઈ ઘરે અવ્યા ત્યારે જોયું તો મિત, નિકુંજ, આશ્લેષા, કુંદનબહેન ઊભા હતા. મિતના હાથમાં સ્કૂલ બેગ તેમજ કપડા ભરેલો થેલો હતો.
કુંદનબહેને મિતને કહ્યું કે જા તારા દાદાના ઘરે. અશોકભાઈએ કુંદનબેનને ઊભા રહેવાનું કહ્યું હતું પરંતુ તેઓ નીકળી ગયા હતા. મોડી રાતે મિત અશોભાઈ સાથે સૂઈ ગયો હતો ત્યારે તે ત્રણથી ચાર વખત ચીસો પાડીને ઝબકીને જાગી ગયો હતો. અશોકભાઈ સ્થળ બદલાયું હતું જેના કારણે મિત સીચો પાડીને જાગી જતો હશે તેવું વિચારી લીધું હતું
પરંતુ વહેલી સવારે અશોકભાઈ મિતને ન્હાવા લઈ ગયા તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મિતના થાપાના ભાગે બે નિશાન હતા. અશોકભાઈએ મિતને આ મામલે પૂછતાં તે ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો હતો. અશોકભાઈએ ફોસલાવીને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, કુંદનબાએ મને તેમના ઘરે રોટલી બનાવવાનો ચીપિયો ગરમ કરીને ડામ આપ્યો હતો ત્યારે કોઈ દવા પણ કરાવી ન હતી.
આ મામલે બોડકદેવ પોલીસે પિતા, સાવકી માતા, સાવકા નાના-નાની વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અશોકભાઈએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી જેથી પોલીસે તેની મેડિકલ તપાસની જરૂર હોવાનું કહ્યું હતું.
મિતને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી બી.જે.મેડિકલ કોલેજના ફોરેÂન્સક વિભાગમાં મોકલી આપ્યો હતો જ્યાં તેને બે ચાર અઠવાડિયા પહેલાં ડામ આપ્યો હોવાનો રિપોર્ટ આપ્યો હતો. રિપોર્ટ બાદ શાહીબાગ પોલીસે અરજી બોડકદેવ પોલીસને ટ્રાન્સફર કરી હતી. જેથી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.