સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે વરસાદનું થયેલું આગમન

અમરેલીમાં વીજળીના કડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ
અમરેલી, રાજ્યભરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સાવરકુંડલા તાલુકાના વંડા, મેવાસા, શેલણા, વાશિયાલી, ભામોદરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે.
ઉનાળાની અસહ્ય ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમરેલી જિલ્લામાં આજે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ છે. જાેકે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જેથી લોકોને ગરમીમાં ભારે રાહત મળી છે. તો બીજી તરફ સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં પવન અને વરસાદના કારણે ખેડૂતોના કેરીના પાકને નુકશાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.SS3KP