Western Times News

Gujarati News

સાવરકુંડલા લીલીયા વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેતીપાકના સર્વે સાથે સહાય કરવાની માંગ

કૃષિમંત્રીને પત્ર પાઠવી ખેડૂતોની વ્હારે આવતા ધારાસભ્ય મહેશ કસવાળા

કમોસમી વરસાદ અમરેલી જિલ્લાના સાવરકુંડલા લીલિયા તાલુકામાં વરસતા ખેડૂતોની ખેત પેદાશોને થયેલા વ્યાપક નુકશાનને લઈને ધારાસભ્ય મહેશ કસવાળાએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવીને તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને સહાય મળી રહે તે અંગે રજૂઆત કરી છે

જેમાં 14 તારીખે પડેલા કમોસમી વરસાદ થી ડુંગળી, તલ, બાજરો, મગ, કેરી અને ઘાસચારો પાકને નુકશાન થયેલ હોય તો આવા કમોસમી વરસાદના કહેરથી તારાજ થયેલા ખેડૂતોના તાત્કાલિક સરવે કરીને ખેડૂતોને સરકાર સહાય કરે તેવી લાગણીઓ ધારાસભ્ય મહેશ કસવાળાએ પત્ર મારફતે કરી હતી ત્યારે જગતના તાત માટે હંમેશા ચિંતિત ધારાસભ્ય મહેશ કસવાળા ખેડૂતોના હમદર્દ બન્યા હોવાની અનુભૂતિ સાવરકુંડલા લીલીયા ના ખેડૂતો કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.