Western Times News

Gujarati News

સાવલીના મંજુસરના બંધ ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,બે મહિલા પણ આરોપી

પ્રતિકાત્મક

વડોદરા, સાવલી તાલુકાના મંજુસર ગામે આવેલ પ્રાઈમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બંધ ગોડાઉનમાંથી ઝડપાયેલા વિદેશી દારૂનો જથ્થો કુલ બોટલ નંગ ૪૩૫૧૨ ની કિંમત રૂપિયા ૫૫.૯૬.૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે ભાદરવા પોલીસે બે મહિલા સહિત કુલ ચાર સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

સાવલી તાલુકામાં અને ખાસ કરીને ભાદરવા પોલીસ મથકની હદમાં વિદેશી દારૂનું કટિંગ થવું થતો હોવાની માહિતીના આધારે ભાદરવા પી.એસ.આઇ બી એન ગોહિલે પોતાના બાતમીદારો ના આધારે મંજુસર ખાતે દરોડો પાડ્યો હતો મંજુસર પ્રાઈમ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ના પ્લોટ નંબર છ-૩/૧ માં ૧૩ ચુનંદા પોલીસ જવાનોની ટીમ બનાવીને દરોડો પાડ્યો હતો.

જેમાં આશ્ચર્યજનક રીતે ગોડાઉનના ઓફિસમાં બનાવેલ ભોંયરામાંથી અધધ કહી શકાય તેવો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને આ દરોડા દરમિયાન કુલ બોટલો ગણવામાં અને તેની કિંમત નક્કી કરવામાં ૨૪ કલાકથી વધુ સમય લાગ્યો હતો.

ભાદરવા પોલીસે આ પ્રકરણમાં ૧ વર્ષાબેન લાલાભાઇ રમેશભાઈ માળી રહે સોખડા તા જી વડોદરા ૨ વર્ષાબેન ના નંદોઈ જેના પુરા નામની ખબર નથી તે ૩ સુનિલ રામાભાઇ માળી રહે સોખડા તાલુકો જીલ્લો વડોદરા ૪ મુકેશભાઈ પ્રભુભાઈ કચ્છી રહે સોખડા તા જી વડોદરા ની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પંથક વાસીઓ માં થતી ચર્ચા મુજબ આ જગ્યાએ ઘણા ટાઈમથી વિદેશી દારૂનું કટિંગ થતું હતું અને આ જગ્યાએ બે ઈસમની હત્યા થઇ હોવાની પણ ચર્ચા થતી હોવાનું જાણવા મળી રહ્યું છે અને મહિલા આરોપી વર્ષાબેન ના પતિ લાલાભાઇ નું રહસ્યમય સંજાેગોમાં મૃત્યુ થયા હોવાની ચર્ચાએ જાેર પકડયું છે અને જે સમયે હત્યા થઈ તે વેળાએ દારૂનો જથ્થો આ ગોડાઉનમાં ઉતાર્યો હતો તેને સગેવગે કરવાનું કામ મૃતકની પત્ની વર્ષાબેને ઉઠાવી હોવાની ચર્ચાએ જાેર પકડયું છે.

જ્યારે સાવલી તાલુકામાં પ્રથમ વાર આટલા મોટા દારૂના જથ્થા માં મહિલા આરોપી તરીકે નું નામ આવતા ભારે ચકચાર મચી જવા પામી છે જ્યારે આટલા વિપુલ માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા તાલુકાના અન્ય બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે ભાદરવા પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.