Western Times News

Gujarati News

સાવલીના MLA કેતન ઇનામદારે રાજીનામું આપ્યું

 

વડોદરા, ગુજરાત ભાજપમાં આંતરિક કલેહ ફરી સપાટી પર આવ્યો છે. આજે વડોદરાની સાવલી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારએ જનતાના હિતના કાર્યો તેમની સરાકરના રાજમાં જ કામ ન થતા હોવાના વિજય રૂપાણી પર ઠીકરા ફોડી રાજીનામું આપી દીધું છે. કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ આપતો પત્ર વિધાનસભા અધ્યક્ષને લખ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનમદારે આપેલા રાજીનામાને પગલે સરકાર અને સંગઠન તેમની સાથે ચર્ચા કરી શકે છે.

ગુજરાતના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે સત્તા પર ભાજપ બિરાજમાન હોય અને તેમના ધારાસભ્યએ આ પ્રકારે રાજીનામું આપ્યું હોય. અગાઉ કુંવરજી બાવળીયા જેવા કોંગ્રેસી નેતાઓએ વિપક્ષમાં હોય એટલે કામો ન થતા હોય અને રાજીનામું આપી પક્ષપલ્ટો કરી ભાજપમાં આવ્યા.

આજના આ સમચારને સોશિયલ મીડિયામાં કેતન ઇનામદારના પગલાને જનતાનો અવાજ હોવાનું ઠેરાવી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં ગણગણાટ થઇ રહ્યો છે કે કેતન ઇનામદારના પગલે ચાલીને બીજા ધારાસભ્યો પણ ખુલીને સામે આવી શકે છે. આ વર્ષે નગરપાલિકા-મહાનગરપાલિકાની ચૂંટણી છે જ્યારે ટૂંક સમયમાં બજેટ રજુ થવાનું છે ત્યારે કેતન ઇનામદારના આ પગલાથી ભાજપને ફટકો પડશે એવી શક્યતા છે.

હાલમાં સંગઠન સહ રચનાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ થશે મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે આ સમયે જ રાજીનામુ આપતા સંગઠન અને સરકાર પણ ચોંકી ઉઠી છે. કેતન ઈનામદારના રાજીનામાની વાતો સોશિયલ મીડિયામાં વહેતી થતા સાવલી તેમના નિવાસસ્થાને સમર્થકોના ટોળેને ટોળા ઉમટી પડ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.