સાવ સામાન્ય બાબતે છરીના ઘા ઝીંકી યુવકની ક્રુર હત્યા
રાજકોટ, ત્યારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આ દરમિયાન રાજકોટ શહેરના ધોરણ ૧૨ના એક વિદ્યાર્થી તેમજ અન્ય એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે રાજકોટ શહેરમાં કોઈ નજીવા કારણોસર એક ૨૨ વર્ષીય યુવકની હત્યા કરી હતી.
૧૨મા ધોરણની પરીક્ષા આપનાર વિદ્યાર્થી અને તેના ૨૦ વર્ષીય મિત્ર પાર્થ જાેગિયાણીની પરાક્રમસિંહ પઢિયાર નામના યુવકની હત્યા કરવાના આરોપસર અટકાયત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પરાક્રમસિંહ પઢિયાર એક ઘડિયાળની ફેક્ટરીમાં નોકરી કરતો હતો અને એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે એમએનો અભ્યાસ કરતો હતો. મંગળવારે મોડી રાત્રે પરાક્રમસિંહ કોઠારિયા રોડ પર લારીઓ ઉભી રહે છે ત્યાં ફળ ખરીદવા માટે આવ્યો હતો.
આ દરમિયાન ભૂલથી પરાક્રમસિંહની બાઈકનું હેન્ડલ આરોપી પાર્થ જાેગિયાણીને અડકી ગયુ હતું જેના કારણે તેમની વચ્ચે ભારે બોલાચાલી થઈ ગઈ હતી.
ધોરણ ૧૨માં અભ્યાસ કરતા સગીરે પરાક્રમસિંહ પઢિયારને પકડી રાખ્યો હતો અને પાર્થ જાેગિયાણીએ તેના પેટમાં ત્રણ વાર છરીથી ઘા કર્યા હતા.
પરાક્રમસિંહને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા તો અંતિમ શ્વાસ લઈ લીધા હતા. આજી ડેમ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વીજે ચાવડા જણાવે છે કે, ધોરણ ૧૨ના વિદ્યાર્થીએ સોમવારના રોજ અકાઉન્ટનું પ્રથમ પેપર આપ્યુ હતું, જ્યારે ગુરુવારના રોજ તેની ઈકોનોમિક્સની બીજી પરીક્ષા હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર મૃતક પરાક્રમસિંહ પઢિયાર એચએન શુક્લા કોલેજમાં એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતો હતો. બન્ને આરોપીઓના પિતા શહેરમાં હીરા ઘસવાની એક નાની પેઢી ચલાવે છે. આરોપી પાર્થે ૧૨મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને બે મહિના પહેલા તો તે પોતાનું ઘર છોડીને મુંબઈ ભાગી ગયો હતો. પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, એક અઠવાડિયા પહેલા જ તે એક યુવતી સાથે પાછો ફર્યો હતો. જાે કે તેમના લગ્ન નથી થયા પરંતુ તેઓ અત્યારે સાથે રહે છે.SSS