Western Times News

Gujarati News

સાસણ ગીરમાં સિંહ પાછળ બાઈક દોડાવીને હેરાન કરાયો

પ્રવાસીઓ સિંહદર્શન કરતા હતા ત્યારે સ્ટંટસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સાસણ ગીર નેશનલ સફારી પાર્કમાં સિંહની રંજાડનો વીડિયો સામે આવ્યો છે

વડોદરા, જૂનાગઢના ગીર જંગલમાં સિંહોની પજવણી સામેના કડક કાયદા વચ્ચે પણ ફરીથી સિંહની જાહેરમાં રંજાડ થયાની ઘટના સામે આવી છે. સાસણ ગીર નેશનલ સફારી પાર્કમાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી રહ્યા હતા.એ સમયે જ બે યુવકો ફુલસ્પીડમાં બાઈક લઈને આવ્યા હતા અને સિંહો પર બાઈક ચલાવવાની કોશીશ કરી હતી.

અચાનક બનેલી ઘટનાથી સિંહોમાં નાસભાગ મચી હતી. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ મામલે વનવિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સાસણ ગીર નેશનલ સફારી પાર્કમાં સિંહની રંજાડનો વીડિયો સામે આવ્યો છે. પ્રવાસીઓ જીપ્સીમાંથી સિંહ દર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન જ સફારીના રસ્તા પર બે અલગ અલગ ગ્›પમાં સિંહ ફરતા હતા. આ સમયે જ પૂરપાટ ઝડપે બાઈક આવી ચડતા સિંહમાં નાસભાગ થઈ ગઈ છે.

આ સમગ્ર ઘટના સફારીમાં સવાર પ્રવાસીઓના કેમેરામાં કેદ થઈ હતી. જે વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ ઘટનામાં જો સિંહ તોફાને ચડ્યા હોત તો બાઈકસવાર અથવા તો જીપ્સીમાં સવાર પ્રવાસીઓ પર જોખમ ઉભું થઈ શકે તેમ હતું. જો કે સિંહના બે અલગ અલગ ગ્રુપ જંગલમાં ચાલ્યા ગયા હતા. જેના કારણે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ વાયરલ વીડિયો મામલે જૂનાગઢ મુખ્ય વન સંરક્ષક આરાધના શાહુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વાયરલ વીડિયો મામલે સાસણ વન વિભાગ દ્વારા મને જાણ કરવામાં આવી હતી. આ મામલે હાલ સાસણ વન વિભાગને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.જેની હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.