સાસરિયાએ દહેજ લેવા માટે ત્રાસ ગુજાર્યાની ફરિયાદ
અમદાવાદ: શહેરમાં રહેતી એક ૪૪ વર્ષીય મહિલાએ બાપુનગર ના એક યુવક સાથે લગ્ન કર્યા હતા. આ મહિલાના પણ બીજા લગ્ન હતા અને તેના આ પતિના પણ બીજ લગ્ન હતા. મહિલાને પહેલા લગ્નમાં કોઈ સંતાન ન હતું, પણ તેના આ બીજા પતિને પહેલા લગ્ન જીવનથી એક પુત્ર હતો. લગ્ન બાદ જ્યારે મહિલા સાસરે આવી ત્યારે સાસરિયાઓ એ તેને ઘરકામ બાબતે અને દહેજ માંગવા બાબતે ત્રાસ ગુજાર્યો હતો. આટલું જ નહીં મહિલાના આ પતિનો જે પુત્ર હતો તેને આ મહિલા પાસે પણ મોકલતા ન હતા.
જેથી આખરે કંટાળીને આ મહિલાએ પોલીસ ફરિયાદ આપતા મહિલા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અમદાવાદના મેઘાણીનગરમાં રહેતી ૪૪ વર્ષીય મહિલાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ આક્ષેપ કર્યો છે કે વર્ષ ૨૦૧૯ ના ઓક્ટોબર માસમાં તેના લગ્ન બાપુનગરના યુવક સાથે થયા હતા. આ મહિલા અને તેના પતિના બીજા લગ્ન હતા. મહિલાને પહેલાં લગ્નજીવનથી કોઈ સંતાન ન હતું
પરંતુ તેના બીજા પતિ ને અગાઉના લગ્નથી એક પુત્ર જન્મ્યો હતો. જે હાલ ૧૪ વર્ષનો છે. લગ્ન બાદ આ મહિલા તેના સાસરે ગઈ હતી. બાદમાં થોડા જ સમયમાં તેના સાસુ સહિત આ તમામ લોકોએ પિયરમાંથી કઈ લાવી નથી એમ કહી તેની સાથે ઝઘડો કરતા હતા અને તેને ત્રાસ આપતા હતા. એટલું જ નહીં પરંતુ આ જે મહિલા છે તેને નણંદ તેની સાથે ઝઘડા કરતી અને તારી મા એ ઘરનું કામ શીખવાડ્યું નથી તેમ કહી ત્રાસ ગુજરાતી હતી. અવારનવાર તેના સાસરા પક્ષના લોકો તેને અપશબ્દો બોલી અપમાનીત કરતા હતા.
એટલું જ નહીં તેના પતિના પહેલા લગ્ન થકી જન્મેલા પુત્રને પણ તેની પાસે આવવા દેતા નહોતા. અને આ મહિલા ઘરમાં ગમે તે કામ કરે ત્યારે સાસુ અને નણંદ તેને ગમે તેમ બોલતા હતા. અવારનવાર ઘરકામ બાબતે અને પિયરમાંથી દહેજ લાવી નથી તેમ કહી મહેણા ટોણા મારી સાસરિયાઓએ ત્રાસ ગુજારતા હતા.
એક દિવસ આ મહિલાના પતિ સાસુ-સસરા અને જેઠાણી તથા ભાણિયો આ તમામ લોકોએ ભેગા મળી આ મહિલાને માર મારી હતી અને કહ્યું હતું કે તું અમને જોઈતી નથી અહીંયા થી નીકળી જા તને રાખીશું નહીં. જેથી આખરે કંટાળીને આ મહિલાએ સાસરીયાઓ સામે ફરિયાદ આપતા મહિલા પૂર્વ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તમામ સાસરીયાઓ સામે તપાસ શરૂ કરી છે.