સાસરિયાઓએ જમાઇની હત્યા કરી, લાશ સળગાવી કૂવામાં ફેંકી દીધી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/01/muder-1-scaled.jpg)
Files Photo
જામનગર: ગુજરાતમાં અનેક જગ્યાએ અનેક રૂંવાટા ઉભા કરી દેતા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. જેમાં જામનગરમાં સાસરિયાઓએ મોતને ઘાટ ઉતારી યુવકને રીક્ષામાં નાંખી કૂવામાં ફેંકી મામલો રફેદફે કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. સાસરિયાઓએ ૨૮ વર્ષના જમાઇ લલિત રામજીભાઈ સોંદરવાની હત્યા કરીને તેની લાશ સળગાવીને કુવામાં ફેંકી દીધી હતી. હાલ પોલીસે બે લોકોની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ હત્યાના બનાવ અંગે મૃતક લલિતના ભાઈ સંજય રામજીભાઈએ જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ લલિતની પત્ની અને સાસુ સસરા તેમજ બે સાળા સહિત ૬ શખ્સોએ હત્યા નિપજાવ્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા ની કલમનો ઉમેરો કરી ગુનો નોંધ્યો છે.
જામનગરમાં થોડા દિવસો પૂર્વે અવાવરૂ કૂવામાંથી પોલીસને મોડી રાત્રે મળેલા માનવ મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. આ માનવ દેહ જામનગરના સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા યુવકનું હોવાનું સામે આવ્યું છે. મૃતક ૨૮ વર્ષીય યુવાન લલિત રામજીભાઈ સોંદરવા વુલન મીલ પાછળ સિદ્ધાર્થ કોલોની-૧માં રહેેેતો હતો. આ યુવક ગુુમ થયા પછી સીટી-સી ડિવિઝન પોલીસમાં જાણવા જાેગ ફરિયાદ પણ દાખલ થઇ હતી.
આ મૃતદેહ મળ્યા બાદ પોલીસને શંકા જતાં સીટી બી ડિવિઝન પોલીસ અનેે એલસીબીએ આ અંગેેેે ઊંડાણપૂર્વકની સઘન તપાસ હાથ કરતા આ લલિત નામના યુવાનને સાસરિયાઓ એ જ મોતને ઘાટ ઉતારી રીક્ષામાં નાખીને અવાવરૂ કુવામાં ફેંકી દઈ ડીઝલ છાંટીને પુરાવાનો નાશ કરવાની સમગ્ર ઘટના ખુલી છે.
એએસપી નિતેષ પાંડેયના જણાવ્યા મુજબ, હાલ પોલીસે બે લોકોની અટકાયત કરી છે અને કોરોના ટેસ્ટની કાર્યવાહી કરી વિધિવત ધરપકડ કરવા ઉપરાંત અન્ય હત્યારા સાસરિયાઓની શોધખોળ હાથ ધરી છે