Western Times News

Gujarati News

સાસરિયાને ત્રાસ આપનારી પુત્રવધૂએ ઝેરી દવા ગટગટાવી

ગોંડલમાં દાંતના ડૉકટર યુવકના લગ્ન પર ૨૦૧૧માં કુકાવાવ પાસે આવેલ દેવ ગામની યુવતી સાથે થયા હતા. 

રાજકોટ: રાજકોટ શહેરમાં પુત્રવધૂએ રેશ્કોર્ષ લવ ગાર્ડનમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ઉલ્લેખનીય છે પુત્રવધૂ હિરલના ત્રાસમાંથી મુક્ત કરાવવા તેમના સાસુ સસરાએ માલવિયા પોલીસ મથકમાં પુત્રવધૂ વિરૂદ્ધ અરજી કરી છે.

રાજકોટ શહેરના રેસકોર્ષ લવ ગાર્ડનમાં ૩૧ વર્ષીય પરિણીતા હિરલ સાવલિયાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આપઘાતનો પ્રયાસ કરવાના કારણે તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલ ઇમરજન્સી વોર્ડ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટાફ દ્વારા હિરલનું નિવેદન નોંધવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે હિરલે કયા કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે

તે પોલીસ ના નિવેદન નોંધી લીધા બાદ જ ખ્યાલ આવશે. ઉલ્લેખનીય છે કે, માલવિયાનગર પોલીસ મથકમાં અંદાજિત બાર દિવસ પૂર્વે હિરલના ત્રાસથી મુક્તિ અપાવવા તેના સસરાએ પોલીસમાં અરજી આપી હતી. પોલીસને આપેલી અરજીમાં હિરલના સસરાએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પૂર્વે મારી પુત્રવધૂ અમારા ભાડાના ફ્લેટ પર ઘસી આવી હતી.

તો સાથે જ ફ્લેટ પર આવી મારી સાથે ઝઘડો પણ કર્યો હતો તો સાથે જ ધમકી આપી હતી કે, હું તમને બધાને ખોટા કેસમાં ફીટ કરાવી દઈશ. ત્યાર થી ડરના માર્યા હું તેમજ મારી પત્ની તેમજ મારી પૌત્રી રૂમમાં પુરાઈ ગયા હતા. અમારી પુત્રવધૂ હિરલે તેની પુત્રી કે જે સંબંધમાં મારી પૌત્રી થાય છે.

તેને પોતાની સાથે લઈ જવાની ધમકી પણ આપી હતી. જાેકે બાદમાં પુત્રવધૂ અમારા ફ્લેટ પરથી જતી રહેતા મે મારા પુત્રને ફોન પર જાણ કરતા તે તાત્કાલિક અસરથી ગોંડલથી રાજકોટ ખાતે દોડી આવ્યો હતો. નિવૃત શિક્ષકે માલવિયાનગર પોલીસને અરજીમાં જણાવ્યું હતું કે,

મારો પુત્ર ગોંડલમાં દાંતનો ડૉકટર છે તેના લગ્ન પર ૨૦૧૧માં કુકાવાવ પાસે આવેલ દેવ ગામની પુત્રવધૂ સાથે થયા હતા. લગ્ન થયાના થોડા સમય બાદ અમારી પુત્રવધૂએ મારા પરિવાર ઉપર માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યો હતો. તો સાથે જ મારા પુત્ર તેમજ અમારી પૌત્રી સાથે મારઝૂડ પણ શરૂ કરી હતી. જે કારણોસર મારા પુત્રે પુત્રી પણ અમારી સાથે રાજકોટ રહેવા આવી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.