સાસરીયાઓના ત્રાસથી કંટાળી મહીલાએ એસીડ પી જીવન ટુંકાવ્યું

Files Photo
આનંદનગર પોલીસે પતિ સહીત ત્રણ વિરુધ્ધ દુષ્પ્રેરણાની કલમ લગાવી
(પ્રતિનિધિ) અમદાવાદ: આનંદનગરમાં આવેલી એક સોસાયટીમાં પરણીતાએ થોડા દિવસ અગાઉ ઘરેલું કંકાસથી ત્રાસી જઈ એસિડ પી લીધુ હતું જેના પગલે તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આી હતી. જાકે ગઈકાલે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં પોલીસે દુષ્પ્રેરણાની કલમ લગાવી સાસરીયાઓ વિરૂધ્ધ કાર્યવાહી આદરી છે. મૃતક નયનાબેન વાઘેલાના લગ્ન પાંચ વર્ષ અગાઉ જાધપુર ગામમાં આવેલા ગોપાલ આવાસમાં રહેતા જયેશ વાઘેલા સાથે થયા હતા લગ્નના છ માસ બાદ જ જયેશ પત્નિ પર ખોટા વહેમો રાખી તેની સાથે મારઝુડ કરતો હતો
તેમ છતાં નયનાબેન બે સંતાનોના ભવિષ્યનું વિચારી ત્રાસ સહન કરતા હતા. દરમિયાન સસરા જીવણભાઈ તથા કાકા સસરા જગદીશભાઈ પણ જયેશને ચઢાવીને બોલાચાલી કરતા હતા. થોડા સમય અગાઉ નયના પતિના ત્રાસથી કંટાળી પોતાના પિતાના ઘરે જતી રહી હતી જાકે મંગળવારે પતિ જયેશ બંને બાળકો સહિત નયનાને પોતાના ઘરે લઈ ગયો હતો. બીજા દિવસે બુધવારે સવારે જયેશે નયનાના માતા રેખાબેનને ફોન કરીને નયનાને સવારે એસીડ પીધુ હોવાની જાણ કરતા તમામ લોકો સિવિલ હોસ્પીટલ સોલા ખાતે પહોચ્યા હતા જયાંથી વધુ તબીયત લથડતાં અસારવા સિવિલ ખાતે તબીબોએ તેની સારવાર શરૂ કરી હતી જાકે તેને બચાવી શકાઈ નહતી. આ ઘટનાની જાણ થતાં જ આનંદનગર પોલીસે પતિ, સસરા અને કાકા સસરા વિરૂધ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.