સાસરી પક્ષના અસહ્ય ત્રાસ બાદ પરિણીતાનો આપઘાત
અમદાવાદ, કોરોનાકાળમાં પતિની નોકરી છૂટી જતાં સાસરિયાઓ દ્વારા તેની પત્નીને પિયરમાંથી રૂપિયા લઈ આવવા માટે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. જાે કે પરિણીતાને એટલી હદે ત્રાસ આપ્યો કે અંતે કંટાળીને પરિણીતાએ આત્મહત્યા કરી લીધી છે.
શહેરના રામોલ વિસ્તારમાં પરિણીતાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા તેના પિતાએ સાસરિયા વિરૂદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરાવી છે. પરિણીતાના લગ્ન વર્ષ ૨૦૧૯ માં કરવામાં આવ્યા હતા.
જાે કે લગ્ન બાદ દોઢેક વર્ષ સુધી તેના સાસરિયાએ તેને સારી રીતે રાખેલ હતી. પરંતુ કોરોનાકાળ દરમિયાન તેના પતિની નોકરી છૂટી જતાં સાસરિયા પરિણીતાને પિયરમાંથી રૂપિયા લઈ આવવા માટે દબાણ કરતા હતા. અને નાની-નાની બાબતોમાં બોલાચાલી ઝઘડો કરી મારઝૂડ કરતા હતા.
પરિણીતાના માસી સાસુ અને સસરા પણ તેના ઘરે આવીને સાસરિયાને તેના વિરુદ્ધમાં ચડામણી કરતા હતા. એપ્રિલ મહિનામાં પરિણીતાના સસરાનો અકસ્માત થતાં તેના પિતાએ રૂપિયા દોઢ લાખ આપ્યા હતા. અને દીકરીને સારી રીતે રાખવા તેમજ મારઝૂડ નહિં કરવા સમજાવીને દીકરીને તેના સાસરે મૂકી આવ્યા હતા.
જાે કે ૩૧ મેના દિવસે તેમની દીકરીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની જાણ સાસરિયાએ કરતા તેઓ તાત્કાલિક અમદાવાદ પહોંચ્યા હતા.
આ દરમિયાન તેમની મોટી દીકરીએ તેમને જણાવ્યું હતું કે ૩૦ મેના દિવસે તેની બહેનનો ફોન તેના પર આવ્યો હતો અને કહ્યું હતું કે તેના પતિ, દિયર, સાસુ, સસરા, માસી સાસુ, માસા સસરા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. તેણે ત્રણ દિવસ થી ખાધું નથી.
અને ઉપરના રૂમમાં બંધ છે. પરિણીતાએ ફોન પર કહ્યું હતું કે, સાસરી વાળા તેને જીવવા દેશે નહિ, તેણી પાસે રૂપિયા પણ નથી, જાે તે એક હજાર રૂપિયા આપે તો અહીથી ભાગી નીકળે, જેથી પરિણીતાની બહેને તેને કોઈનો એકાઉન્ટ નંબર આપવા માટે કહ્યું હતું. પરંતુ બાદમાં તેણે ફોન ઉપાડ્યો નાં હતા. જાે કે આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.SS1MS