સાસુએ ત્રાસ આપતા વહુએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
અમદાવાદ, શહેરમાં રહેતી એક યુવતીએ તેનાં સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. લગ્નના થોડા સમય બાદ યુવતીના સાસરિયાઓએ તેણીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં યુવતીના સાસરિયાઓ દાગીના, ફર્નિચર અને ગાડીની માંગણી કરી તેને ત્રાસ આપતા હતા.
યુવતીનો પતિ પણ તેની માતા અને બહેનની વાત સાચી હોવાનું કહી યુવતીને માર મારતો હતો અને ઘરમાંથી કાઢી મૂકી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતો હતો. આ વાતોથી કંટાળીને યુવતીએ આખરે આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
યુવતીની સાસુએ એક નિયમ પણ બનાવ્યો હતો કે પહેલા સાસુએ જમવાનું અને પછી જ વહુએ જમવાનું. જાે વહુ પહેલા જમી લે તો ઘરમાં તેની સાસુ ઝઘડા કરતી હતી. કેસની વિગતે વાત કરીએ તો હાલ અમદાવાદના ઘોડાસરમાં રહેતી ૨૬ વર્ષીય યુવતી તેના ભાઈ તથા માતા-પિતા સાથે રહે છે.
તેના લગ્ન વર્ષ ૨૦૧૯માં ગાંધીનગર ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્નના ચાર મહિના સુધી યુવતીને તેના સાસરિયાએ સારી રીતે રાખી હતી. બાદમાં યુવતીની નણંદ તહેવારમાં ઘરે આવી ત્યારે યુવતીને જણાવ્યું કે, તારા માતા-પિતાએ ફર્નિચરમાં ઘણો ઓછો સામાન આપ્યો છે.
તારા કરતા તો સારા ઘરની નોકરી કરતી છોકરીઓના માંગા આવતા હતા. તું મળી ગઈ નહીં તો તારા કરતાં સારી છોકરી મળતી હતી. આવું કહીને નણંદે ઝઘડો કર્યો હતો.
તારા પરિવારે તો મોભા પ્રમાણે ગાડી પણ આપી નથી. તહેવારમાં વહુઓ તેના પિતાના ઘરેથી દાગીના લાવે છે પરંતુ તું કાંઈ લાવતી નથી, તેમ કહી યુવતીને સાસરિયાના લોકો ત્રાસ આપતા હતા. યુવતીનો પતિ પણ તેણીને કહેતો હતો કે, મારી માતા તથા બહેનની વાત સાચી છે.
ખરેખર લગ્ન વખતે તારા મા-બાપે ઓછું દહેજ આપ્યું છે. આવું કહીને પતિ હાથ ચાલાકી કરી મારી નાંખવાની ધમકી આપતો હતો અને ગાડીની માંગણી કરી યુવતીને પરેશાન કરતો હતો. ઘરમાં સાસુએ પહેલા તેણીએ જમવાનું અને બાદમાં વહુએ જમવાનું તેવો નિયમ બનાવ્યો હતો.
વહુ પહેલા જમી લે તો સાસુ ઝઘડા કરતી હતી. આટલું જ નહીં, સાસુ તેના દીકરાને ચઢાવણી હતી અને ખોટા ઝઘડા કરાવતી હતી. અવારનવાર અલગ-અલગ વસ્તુઓની માગણી કરી ત્રાસ આપતાં પતિ સહિતના સાસરિયાઓ સામે યુવતીએ ફરિયાદ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SSS