સાસુએ પુત્રવધૂને પરપુરુષ સાથે પકડતા મામલો બિચક્યો
અમદાવાદના શાહીબાગ વિસ્તારની ઘટના-પોલીસે મહિલાની પુત્રવધુ અને તેની સાથે ફરી રહેલા યુવકની સામે ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી
અમદાવાદ, શહેરના શાહીબાગ વિસ્તારમાં એક મહિલા અને તેની મિત્રએ જાસૂસ બનીને તેની વહુને અન્ય પુરુષ સાથે પકડી પાડી હતી. સાસુએ વહુને પરપુરુષ સાથે પકડી લીધા બાદ બંને વચ્ચે બબાલ શરૂ થઈ હતી.
આ દરમિયાન મહિલાની વહુ સાથે રહેલા યુવકે સાસુને ગાળો ભાંડી હતી. જે બાદમાં આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ મામલે પોલીસે મહિલાની વહુ અને તેની સાથે ફરી રહેલા યુવક સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. વાત કંઈક એમ છે કે શાહીબાગની સિવિલ હાૅસ્પિટલમાં કાૅન્ટ્રાકટ પર કામ કરતી ૫૫ વર્ષની ફરિયાદી મહિલાની રાતની નોકરી હતી. મહિલાની વહુ પણ સિવિલ હાૅસ્પિટલમાં કામ કરે છે. મહિલાને સંતાનમાં ચાર પુત્ર છે.
જેમાંથી એક પુત્રના લગ્ન આરોપી મહિલા સાથે થયા છે. જાેકે, અઢી વર્ષથી મહિલાની પુત્રવધૂ નારજ થઈને પોતાના પિયરમાં રહેતી હતી.ફરિયાદી મહિલા નોકરી પર ગયા બાદ પોતાના અન્ય મહિલા કર્મચારી સાથે ચા પીવા બહાર રોડ પર ગયા હતા. આ દરમિયાન તેમણે તેમની પુત્રવધૂને અન્ય પુરુષ સાથે પકડી પાડી હતી. જે બાદમાં ફરિયાદી મહિલાએ પુત્રવધૂ અને તેની સાથે રહેલા યુવકનો પીછો કર્યો હતો. બંને આરોપી એક મકાનમાં ઘૂસી ગયા હતા.
આ દરમિયાન ફરિયાદી મહિલા બંનેની રાહ જાેઈને બહાર ઊભી હતી. બંને બહાર ન આવતા ફરિયાદીએ દરવાજાે ખખડાવતા બંને બહાર આવ્યા હતા અને આરોપી પોતાની સાસુને જાેઈ જતા ત્યાંથી ભાગી ગઈ હતી. આ ઘટના બાદ ફરિયાદીએ પોતાના પુત્રને બોલાવી લીધો હતો. ફરિયાદીના પુત્ર આવી જતા મકાનમાં જે વ્યક્તિ ભાડે રહેતા હતા તેને બંને આરોપીઓને પરત બોલાવવા કહ્યું હતું. જે તે વ્યક્તિએ ફોન કરી ફરિયાદીના વહુને બોલાવી હતી. તેની સાથે યુવક પણ આવ્યો હતો.
આ દરમિયાન સાસુએ તેની પુત્રવધૂને અન્ય પુરુષ સાથે શું કરતી હતું તેવું પૂછતા જ બંને આરોપીઓએ મહિલા સાથે બોલાચાલી કરી હતી અને ગાળો ભાંડી હતી. આ ઘટના બાદ આજુબાજુના લોકો જાગી ગયા હતા અને ફરિયાદીના પુત્રે પોલીસ કંટ્રોલમાં જાણ કરીને પોલીસને બોલાવી હતી. પોલીસે આરોપી વહુ અને તેની સાથેના પુરુષ સામે ૨૯૪(એ) અને ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.