Western Times News

Gujarati News

સાસુને મમ્મીને બદલે આંટી કહેતા ટ્રોલ થઈ દેબિના

મુંબઈ, ટીવી એક્ટ્રેસ દેબિના બેનર્જી અને એક્ટર ગુરમીત ચૌધરી ૩ એપ્રિલ ૨૦૨૨ના રોજ દીકરીના પેરેન્ટ્‌સ બન્યા છે. કપલની દીકરી લિએના ૧ મહિનાની થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી દેબિના બેનર્જી અવારનવાર દીકરીના ફોટો અને વિડીયો શેર કરતી રહે છે.

આવો જ એક વિડીયો દેબિનાએ થોડા દિવસ પહેલા શેર કર્યો હતો જેમાં તેણે દીકરીને જે રીતે તેડી હતી તેના લીધે તેને ટ્રોલ કરાઈ હતી. એટલું જ નહીં દેબિના પોતાનાં સાસુ એટલે કે ગુરમીતનાં મમ્મીને આંટી કહીને કેમ બોલાવે છે? તેવો પ્રશ્ન પણ સોશિયલ મીડિયા યૂઝર્સે કર્યો હતો. ત્યારે દેબિનાએ આ મુદ્દે જવાબ આપીને સોશિયલ મીડિયા યૂઝર્સની બોલતી બંધ કરી છે.

દેબિનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફોટો શેર કર્યો છે જેમાં તેના હાથમાં દીકરી લિએના છે. બાજુમાં પતિ ગુરમીત ઊભો છે. આ બંનેની સાથે તેમની મમ્મીઓ પણ જાેવા મળી રહી છે. દેબિનાએ આ ફોટો શેર કરતાં લખ્યું, “તમારા લોકો પાસે ઘણાં પ્રશ્નો છે.

હું મારા બાળકને અમુક પ્રકારે કેમ તેડું છું. મારા સાસુને આંટી કેમ કહું છું અને મમ્મી કેમ નહીં? હજી વધારે સવાલો છે? હું આ બધાના જવાબમાં એટલું જ કહીશ કે તમે જાેઈ શકો છો કે મારી રક્ષા માટે આસપાસ કેટલા હાથ છે.

અગાઉ ઈન્ટરવ્યૂમાં દેબિનાએ દીકરીને અમુક રીતે તેડવા બદલ ટ્રોલ કરનારા લોકોને જવાબ આપતાં કહ્યું હતું, “મારી દીકરીને કઈ રીતે સાચવવી તેની સલાહ લોકો મને આપે છે તે મને પરેશાન નથી કરતું પણ પીડા આપે છે. હું એક્ટર છું એટલે મને ટ્રોલિંગની આદત છે પરંતુ મારો આ રોલ નવો છે.

જ્યારે લોકો કહે છે કે- દીકરીને બરાબર પકડ ત્યારે ખરાબ લાગે છે. લોકો એ નથી સમજતાં કે હું એક મા છું અને જે દીકરીને હું ખૂબ પ્રેમથી આ દુનિયામાં લાવી હોઉં તેને બેદરકારીથી કેવી રીતે તેડી શકું? મારી દીકરીને હું ચોક્કસ પ્રકારે તેડું તેમાં તે અને હું બંને સહજ હોઈએ અને હું એક હાથે દીકરીને તેડવા જેટલી સક્ષમ હોઉં તો પછી વાંધો શું છે.

એટલે જ્યારે લોકો આવી ટિપ્પણી કરે છે ત્યારે મને હિન્દી કહેવત યાદ આવે છે કે, ‘મા સે ઝ્‌યાદા મૌસી કો દર્દ'”, તેમ દેબિનાએ ઉમેર્યું. જણાવી દઈએ કે, ગુરમીત અને દેબિનાએ ૨૦૧૧માં લગ્ન કર્યા હતા. કપલે ફેબ્રુઆરી ૨૦૨૨માં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. લિએના ગુરમીત અને દેબિનાનું પહેલું સંતાન છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.