સાસુ-વહુની સીરિયલમાં કામ કરવા તૈયાર ટિ્વન્કલ
મુંબઇ, ટિ્વન્કલ ખન્ના બોલિવુડની તેવી એક્ટ્રેસિસમાંથી એક છે, જે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ડર્યા વગર તમામ મુદ્દા પર પોતાના મંતવ્યો રજૂ કરે છે. ટિ્વન્કલ ખન્નાનું ‘સેન્સ ઓફ હ્યુમર’ પણ ગજબનું છે, આ વાતની સાબિતી તેનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ છે. તે ફની વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. ટિ્વન્કલ ખન્ના ઘણા વર્ષથી એક્ટિંગથી દૂર છે અને અત્યારે કોલમ તેમજ બૂક લખી રહી છે.
જાે કે, હવે તે સાસુ-વહુની દૈનિક ધારાવાહીક સીરિયલોમાં કામ કરવા માગતી હોય તેમ લાગી રહ્યું છે. તેણે આવી સીરિયલો માટે પોતાનું ‘ઓડિશન’ દેખાડતી ક્લિપ પણ શેર કરી છે. જેમાં તેના હાથમાં કાતર પણ છે. ટિ્વન્કલ ખન્નાએ જે વીડિયો શેર કર્યો છે તે એકદમ ફની છે.
જેમાં તે હાથમાં રહેલી કાતર ચલાવી રહી છે અને કહી રહી છે કે ‘મારી જીભ કાતરની જેમ ચાલે છે’. કેપ્શનમાં તેણે લખ્યું છે ‘કોઈ પણ સાસુ-વહુના શો માટે મારુ ઓડિશન!’. આ સાથે ટિ્વન્કલે એક કોન્ટેક્ટ નંબર પર શેર કર્યો છે, જેના પર લોકો બર્થ ડે ફંક્શન કે મુંડનમાં હાજરી આપવા માટે ફોન કરીને તેને બોલાવી શકે છે.
ટિ્વન્કલે આગળ લખ્યું છે ‘માત્ર બર્થ ડે ફંક્શન અથવા મુંડનમાં ને બોલાવવા માટે મિ. સોનુનો સંપર્ક કરવા વિનંતી. આભાર મિત્રો’, આ સાથે તેણે એપ્રિલ ફૂલ ડે ઈઝ એવરીડે હેશટેગ વાપર્યું છે. તેનો અર્થ એ થયો કે આ ક્લિપ તેણે મજાકમાં શેર કરી છે.
ટિ્વન્કલ ખન્નાના વીડિયો પર ફોલોઅર્સ મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે ‘આવતીકાલે મારી દીકરીનો બર્થ ડે છે, પ્લીઝ આવી જજાે’, એક યૂઝરે લખ્યું છે ‘મેડમ તમે હેર કટ પણ કરી આપો છો કે શું?’, અન્ય યૂઝરે પૂછ્યું છે ‘અરે સોનુ કોણ છે? સોનુ સૂદ?’.
એકે સલાહ આપતા કહ્યું છે કે ‘તમે સાસુ-વહુની સીરિયલ ન કરતા, તમે તો સ્ક્રિપ્ટ જ કાપી નાખશો’, તો એકે લખ્યું છે ‘અક્ષયને પણ બોલવાની તક આપજાે’ ટિ્વન્કલ ખન્નાએ હાલમાં જ તેના બે પુસ્તક ધ લેજેન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદ અને પાયજામા આર ફોરગિવિંગ સાથે કંઈક રોમાંચક બની રહ્યું હોવાની જાણકારી આપી હતી. વીડિયોમાં તેણે પુસ્તક ધ લેજેન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદ પહેલાથી જ પ્લેમાં ફેરવાયું હોવાનું જણાવ્યું હતું.SSS