Western Times News

Gujarati News

સાહાની ધમાકેદાર બેટીંગને લઇને ચાહકો દ્વારા પ્રશંસા

દુબઈ: સનરાઇઝર્સ હૈદરાબાદના અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ રહેલી મેચમાં રિધ્ધીમાન સહાએ એક શાનદાર ઇનીંગ રમી હતી. તેણે આજે સુંદર પ્રદર્શન કરીને લોકોનુ ધ્યાન પણ પોતાની તરફ ખેંચ્યુ હતુ. આ ઇનીંગ જોઇને સૌ કોઇ સોશિયલ મિડીયામાં સહાની તારીફ થઇ રહી છે. જેમાં ભારતીય ટીમના પૂર્વ ખેલાડી પણ તેના વખાણ કરવામા આગળ આવ્યા છે. ભારતના આ પુર્વ ખેલાડી અને ઝડપી બોલર આરપી સિંહે પણ સાહાની રમતના વખાણ કર્યા હતા, આ માટે તેણે ટ્‌વીટ પણ કર્યુ હતુ.

દિલ્હી કેપીટલ્સ સામે ૪૫ બોલમાં ૮૭ રનની રમી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદના વિકેટકીપર અને બેટ્‌સમેન સિધ્ધીમાન સહાએ દિલ્હી કેપીટલ્સ સામે ૪૫ બોલમાં ૮૭ રનની રમી હતી. ઓપનીંગ બેટ્‌સમેનના રુપમાં રમતા સહાએ આ શાનદાર ઝડપી અર્ધ શતક લગાવ્યુ હતુ. જેને લઇને આરપી સિંહે પણ ટ્‌વીટ કરતા કહ્યુ હતુ કે, જયારે તમે ભારતના શ્રેષ્ઠ કીપર પૈકીના બેટ્‌સમેન છો. વર્ષ ૨૦૦૮ થી ટી-૨૦ લીગ રમી રહ્યા છો,

સહા. રિઘ્ધીમાન ભારતીય ક્રિકેટ ની ટેસ્ટ ટીમમાં વિકેટકીપરના રુપમાં રમત દાખવતો હતો.
જેમાં તમારી સરેરાશ ૨૫ અને સ્ટ્રાઇક રેટ ૧૩૨ અને છતાં પણ પ્લેયીંગ ઇલેવનમાં જગ્યા બનાવવામાં નાકામિયાબી રહેતો આજે પ્રકારે આગ બહાર આવે છે. આજ પ્રકારની રમત સહા. રિઘ્ધીમાન ભારતીય ક્રિકેટ ની ટેસ્ટ ટીમમાં વિકેટકીપરના રુપમાં રમત દાખવતો હતો. પરંતુ ઇજા પહોંચવાને લઇને તે ટીમની બહાર થઇ ગયો હતો. જેની જગ્યા ઋષભ પંતને મળી હતી.

પંતની ખરાબ ફોર્મ ના સમયે પણ મોકા મળવાની સ્થિતી જો અને તો જ રહેતી હતી.
હવે જ્યારે તે સ્વસ્થ થઇને ટીમમાં પરત ફરે છે, તો તેને રમાડવામાં આવ્યો નહોતો. ટીમે પણ પણ તેની જગ્યાએ ઋષભ પંતને જ સ્થાન મળતુ રહ્યુ. પંતની ખરાબ ફોર્મ ના સમયે પણ મોકા મળવાની સ્થિતી જો અને તો જ રહેતી હતી.

પંત પોતાની વિકેટનુ મહત્વ સમજતો ના હોય તેવી સ્થિતિ છે. તે વિકેટને ફેંકીને ચાલ્યો જાય છે
આ વાત પર પણ સહેવાગે પણ બયાન આપ્યુ હતુ કે, ભારતીય ટીમે પંતને નહી પણ સાહાને રમવાનો મોકો આપવો જોઇએ. પંત પોતાની વિકેટનુ મહત્વ સમજતો ના હોય તેવી સ્થિતિ છે. તે વિકેટને ફેંકીને ચાલ્યો જાય છે. તો વળી સાહા નુ વિકેટ પાછળનુ કામ પણ સારુ છે, તેની કીપીંગ એમ કહી શકાય કે પંત ના પ્રમાણમાં ગણી સારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.