સાહેબ અમારા બૈરાં છોરા ભૂખે મરે છે અમને પણ બેંડ વાજા વગાડવાની છૂટ આપો, પેકેજ જાહેર કરો

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: કોરોના વાયરસની મહામારીને નાથવા કેન્દ્ર સરકારે જાહેર કરેલા લોક ડાઉનથી અનેક ધંધાર્થીઓની હાલત દાયનીય બની છે રાજ્ય સરકારે લગ્ન પ્રસંગમાં ૨૦૦ માણસોને સામેલ થવાની છૂટ આપી છે
પણ ઢોલ કે બેન્ડવાજા વગાડવાની મંજૂરી આપવામાં ન આવતા બેન્ડવાજા સંચાલકો અને કારીગરોને જીવનનિર્વાહ ચલાવવા ભારે ફાંફા પડી રહ્યા છે ત્યારે ગુજરાત સૂચિત સંગીત બેન્ડ એસોસિએશનના સભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉલ્લેખીને લખેલ આવેદનપત્ર માલપુર મામલતદારને આપી ન્યાયની માંગ કરી હતી બેન્ડવાજા સાથે સંકળાયેલ લોકો માટે રાહત પેકેજની માંગ કરી હતી
લોક ડાઉનથી કલા જગતના તમામ કલાકારોની રોજગારી પર માઠી અસર પડી છે.કલાકારો રોજગારી વિના મુંઝવણમાં મુકાયા છે,લગ્ન પ્રસંગ માં બેન્ડવાજા વગાડી પરિવારનું જીવનનિર્વાહ ચલાવતા લોકો લોકડાઉન બાદ સંચાલકો અને કારીગરો દેવાદાર અને બેરોજગાર બન્યા છે સરકારે અનલોક પછી વિવિધ છૂટછાટ આપવામાં આવી છે
જેમાં લગ્ન પ્રસંગમાં ૨૦૦ લોકો સામેલ થવાની મંજૂરી આપી છે પરંતુ બેન્ડ કે ઢોલ પર પ્રતિબંધ મુકતા બેન્ડ ઢોલ વગાડવાની મંજૂરી આપવામાં આવેની માંગ કરી હતી બેન્ડવાજા સાથે સંકળાયેલ લોકો આર્થિક સંકડામણના પગલે આત્મહત્યા કરવા મજબુર બન્યા હોવાનું પણ બેન્ડવાજા એસોસિએશનના લાલજી ભગતે જણાવ્યું હતું.