સાઉથ આફ્રિકામાં કાર અકસ્માતમાં ભરૂચના ત્રણ લોકોનાં મોત
ભરૂચ, ગુજરાતીઓ માટે દુખદ સમાચાર સામે આવ્યા છે. ભરૂચથી આફ્રિકા ગયેલા ૧૦ લોકોને અકસ્માત નડ્યો છે. જેમાથી ત્રણ લોકોનું કારનું ટાયર ફાટતા કરૂણ મોત નીપજ્યુ છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને અન્ય પાંચ લોકોને સામાન્ય ઇજા પહોંચી છે.
આ કારનું પિટર્સબર્ગ નજીક કારનું ટાયર ફાટ્યુ હતુ જેના કારણે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ તમામ લોકો કારમાં જ્હોનિસબર્ગ એરપોર્ટથી વેંડા તરફ જઇ રહ્યા હતા. રસ્તામાં કારનું ટાયર ફાટતા કાર હવામાં ફંગોળાઇ હતી.
જેથી ૧૦ લોકોમાંથી ૩ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ સાથે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ ગોઝારા અક્માતને કારણે ત્યાં રહેતા ગુજરાતીઓમાં શોક છવાયો છે.
આ મૃતકોના ભારતમાં રહેતા પરિવારજનોને જણા કરવામાં આવી છે. આ મૃતકોને ભારત લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ દુખદ સમાચાર સાંભળતા જ ભારતમાં રહેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આશરે એક વર્ષ પહેલા પણ ભરૂચથી સાઉથ આફ્રિકામાં ગયેલા લોકોને અકસ્માત નડ્યો હતો. જેમાં પરિવારના ૩ સભ્યોના કરૂણ મોત નીપજ્યા હતા.
મીડિયા રિપોર્ટ મુજબ, સાઉથ આફ્રિકમાં થયેલા કાર અકસ્માતમાં દંપતી અને તેમના એક પુત્રનું મોત થયું હતુ, જ્યારે સદનસીબે પુત્રીનો બચાવ થયો હતો. બનાવની જાણ થતાં ભરૂચમાં રહેતા પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. ભરૂચના કોલવાણ ગામનો પરિવાર ૧૦ વર્ષથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયો હતો. તેમને આ અકસ્માત નડ્યો હતો.SSS