સા.આફ્રિકા સામેની બીજી ટી૨૦ માટે કટકમાં ટિકિટ માટે ધસારો
નવી દિલ્હી, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી પહેલી ટી-૨૦ મેચમાં ભારતને સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે.હવે બંને દેશો વચ્ચેની સિરિઝની બીજી મેચ કટકમાં રમાવાની છે ત્યારે ટિકિટ માટે અહીંયા લોકોનો બેકાબૂ ધસારો થયા બાદ પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો છે.
મળતી વિગતો પ્રમાણે ટિકિટ વેચાણ વખતે સ્થિતિ બેકાબૂ બની રહી હતી અને તે વખતે ભારે હંગામો થતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો.પોલીસનુ કહેવુ છે કે, ૧૨૦૦૦ ટિકિટ વેચાણ માટે મુકવામાં આવી હતી અને તેની સામે ૪૦૦૦૦ જેટલા લોકો ટિકિટ માટે ઉમટી પડયા હતા. જેના પગલે ભીડ અને ધક્કામુક્કી વધી ગઈ હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને થોડો બળપ્રયોગ કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં રમાયેલી પહેલી વન ડે મેચમાં ભારતીય ટીમે ૨૧૧ રનનો વિશાળ સ્કોર કર્યો હોવા છતા હારનો સામનો કરવો પડ્યો હતો. સાઉથ આફ્રિકાના ડેવિડ મિલરે તોફાની બેટિંગથી પોતાની ટીમને જીત અપાવી હતી.ss2kp