સા.આફ્રિકા સામે ટી૨૦ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
મુંબઈ, BCC દ્વારા રવિવારની સાંજે સાઉથ આફ્રિકા સામે રમાનારી ઘરેલુ ટી૨૦ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે.ટીમ ઈન્ડિયાના સિલેક્શનમાં IPL મોટો ફાળો જાેવા મળે છે.
IPLમાં પોતાની બોલિંગથી લોકોને ચોંકાવી દેનાર ઉમરાન મલિકને ટી૨૦ સ્ક્વોડની ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ટી૨૦નું સુકાનીપદ કેએલ રાહુલને સોંપવામાં આવ્યું છે.
IPLના ઠીક ૯ દિવસ બાદ સાઉથ આફ્રિકા સામે પાંચ મેચોની ટી૨૦ સીરિઝ રમાશે. સીનિયર્સ ખેલાડીઓને આ સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. કેમ કે તમામ ઈંગ્લેન્ડમાં ૧ જુલાઈથી રમાનાર ફાઈનલ ટેસ્ટની તૈયારીમાં લાગેલાં હશે.
આ મેચ ગત વર્ષે રમાયેલ પાંચ મેચોની ટેસ્ટ સીરિઝનો ભાગ છે, જેમાં કોરોનાને કારણે એક મેચ પોસ્ટપોન કરી દેવામાં આવી હતી. જે બાદ ભારે વિવાદ થયો હતો. ટેસ્ટ ટીમ માટે રોહિતને કેપ્ટન બનાવાયો છે.
સાઉથ આફ્રિકા સામેની સીરિઝ માટે ભારતીય ટીમમાં IPLમા શાનદાર પ્રદર્શન કરનાર ઉમરાન મલિક ઉપરાંત અર્શદીપ સિંહને પણ ટીમમાં સામેલ કરાયો છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત અને જસપ્રિત બુમરાહ જેવા સીનિયર ખેલાડીઓને બે મહિનાની આઈપીએલ બાદ સાઉથ આફ્રિકાની સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો છે.
રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત IPLમા ફિનિશરની શાનદાર ભૂમિકા ભજવનાર દિનેશ કાર્તિકને પણ ભારતીય સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો છે.ss2kp