સિંગતેલના ભાવમાં રૂપિયા ૫૦ અને કપાસિયા તેલમાં રૂપિયા ૧૫ નો ઘટાડો
રાજકોટ, મોંઘવારીના મારથી ત્રસ્ત જનતા માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ ઘટાડો થયો છે. સિંગતેલના ભાવમાં રૂપિયા ૫૦ અને કપાસિયા તેલમાં રૂપિયા ૧૫ નો ઘટાડો થયો છે. તો આ તરફ પામોલિન તેલના ભાવમાં કોઈ ફેરફરા જાેવા મળી રહ્યો નથી.
ખાદ્યતેલોમાં બેફામ સટ્ટાખોરીના પગલે ચાલુ વર્ષે ભાવમાં સતત ઉથલપાથલ જાેવા મળી રહી છે. આ વર્ષના મધ્યથી ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો હતો. જાે કે, ગૃહિણીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.
ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થતા હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાશે નહીં. સિંગતેલમાં છેલ્લા ચાર દિવસમાં ૫૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે કપાસિયા તેલમાં ૧૫ રૂપિયાનો ઘટાડો થયો છે.
ભાવ ઘટાડા બાદ ૧૫ કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૪૮૦ થી ૨૫૩૦ રૂપિયા થયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાના ૨૩૮૫ થી ૨૪૩૫ રૂપિયાના ભાવે સોદા થયા છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં નવરાત્રી પછી સિંગતેલની સિઝન ખુલતી હોય છે. ત્યારે સારા વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન થવાની આશા છે.
આશ્ચર્યની વાત એ છે કે પામોલીન તેલમાં સરકારે આયાત માટે છૂટછાટ આપી છે. ૩૦ સપ્ટેમ્બર સુધી ડયુટીમાં પણ ઘટાડો કર્યો છે. છતાં પામોલીન તેલના ભાવ ઘટવાને બદલે કોઈ ફેરફાર જાેવા મળી રહ્યો નથી. ગત ૩ ઓગસ્ટના રોજ રાજકોટમાં પામોલીન તેલનો ભાવ ૧૯૯૫-૨૦૦૦ રૂપિયા હતો. જેના સોદામાં પણ વધારો થયો હતો. પામોલિન તેલના ભાવ પણ ૨ હજારની સપાટી કુદાવી છે અને તે ૨૦૩૦ રૂપિયા થઈ ગયો છે.HS